Vadodara

વડોદરામાં તળાવના પાણીમાં ઓક્સિજન ઘટતાં 5 હજાર માછલીઓના મોત

વડોદરા: વડોદરાના (Vadodara) સુરસાગર તળાવમાં (Sursagar Lake) માછલીઓને ઓક્સિજન ન મળતા 5000 માછલીઓના મોત થયા છે. માછલીઓને 20 દિવસથી ઓક્સિજનની ન મળતા મોટી સંખ્યામાં માછલીઓનું મોત નીપજ્યું છે. તળાવમાં માછલીઓના મોત (Death) પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ કરોડોના ખર્ચે આ સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ હતું. ઉલ્લેનીય છે કે વડોદરામાં સુરસાગર તળાવ પ્રખ્યાત સ્થળ છે.

  • ઓક્સિજન ન મળતા 5000 માછલીઓના મોત
  • 20 દિવસથી માછલીઓને ઓક્સિજન મળ્યો ન હતો
  • વડોદરાનું તંત્ર જવાબદાર હોવાનો ખુલાસો
  • 55 કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કાઢવામાં આવી

વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓને ઓક્સિજન ન મળતા ટપોટપ 5000 જેટલી માછલીઓના મોત થયા છે. તળાવમાં 20 દિવસથી માછલીઓને ઓક્સિજન મળ્યો ન હતો. તેથી ઓક્સિજનના અભાવે મોટી સંખ્યામાં માછલીઓ મોતને ભેટી હતી. જો કે સામન્ય રીતે તળાવમાં ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 8PPM હોવું જોઇએ પરંતુ તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ 4.1PPM કરતા પણ નીચે જતું રહ્યું હતું. ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા ઘટતાં માછલીઓના મોત થયા છે. જે મામલે વડોદરાનું તંત્ર જવાબદાર હોવાનો ખુલાસો થયો છે.

તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો હતો. જો કે તળવામાં આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગતા ત્યાંના સ્થાનિકો દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા નિયત પગલા લેવામાં આવ્યા ન હતા. તળાવમાં 5000 માછલીઓના મોત બાદ તંત્ર મોડેમોડે જાગ્યુ છે. પરિણામે તળાવમાં સફાઇ કામગીરી થતાં 55 કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કાઢવામાં આવી હતી.

આ મામલે મેયર કેયુર રોકડીયાએ કહ્યુ કે તંત્રને માછલીઓના મોતની માહિતી મળી ગઇ છે. તેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા આજે  સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવશે. તે સાથે જૈવિક પદ્ધતિથી તળાવની સાફસફાઇ પણ કરવામાં આવશે

Most Popular

To Top