વ્યારા: કુકરમુંડાના (Kukramunda) મૌલીપાડામાં રહેતાં કીર્તિબેન રાજેન્દ્રભાઈ વળવી મોદલા ગામે સુનંદાબેનના ઘરે (House) જતાં તા.૨૨/૦૫/૨૦૨૨ સાંજે ૬:૩૦ વાગે નરેશ કરણસિંગ વળવી તેમને અહીં પિયરમાં તારો હક્ક નથી. શા માટે અહીં તું આવે છે, કહી ગાળો આપી હતી. અને ઉશ્કેરાઇ જઈ કીર્તિબેનનો હાથ સાઇડમાં કરી ધક્કો માર્યો હતો.
- ભત્રીજાઓએ સમજાવવા વચ્ચે પડેલી મહિલાને પણ મેથીપાક આપ્યો
- હુમલો કરનારા મહિલાના સગા ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું
- ઉશ્કેરાઇ જઈ કીર્તિબેનનો હાથ સાઇડમાં કરી ધક્કો માર્યો
સુનંદાબેનના વાડામાં જ ઝઘડો થતો હોવાથી તેઓએ આવું નહીં બોલવા નરેશને સમજાવ્યો હતો. પણ તેણીને લાકડાનો સપાટો જમણા પગના ઘૂંટણના ભાગે મારી દીધો હતો. જેમાં તેણીને પગે ફેક્ચર થયું હતું. આ ઉપરાંત તેણીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. વિશાલ વળવીએ પણ કીર્તિબેનને ગાળો બોલી જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી પોલીસે નરેશ કરણસિંગ વળવી, વિશાલ નરેશ વળવી વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કરનારા કીર્તિબેનના સગા ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે.
પારડીના આમળીમાં વાછટ બાંધવા મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી
પારડી : પારડી તાલુકાના આમળી ગામે કાકા-ભત્રીજા વચ્ચે ઘરના આંગણામાં વરસાદ ન લાગે તે માટે વાછટ બાંધવા મુદ્દે મારામારી થતાં પારડી પોલીસ મથકે ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પારડીના આમળી ગામે આહીર ફળિયામાં રહેતા સંગીતાબેનના પતિ મંગુભાઈ અને ભત્રીજો આશિષ પ્રફુલભાઈ આહીર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આશિષે ગાળાગાળી કરી લાકડાંનો ફટકો મંગુભાઈને મારી દીધો હતો. જેમાં સંગીતાબેન વચ્ચે પડતાં તેઓ સાથે પણ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી અંગે કારણ પૂછતાં પતિએ જણાવ્યું હતું કે ઘરના આંગણામાં વરસાદ ન પડે તે માટે વાછટ બાંધતા આશિષે આવીને અહીંયા વાછટ નહી બાંધવા જણાવી માર માર્યો હતો. કાકા-ભત્રીજા વચ્ચે મારામારીમાં સંગીતાબેનના પતિ મંગુભાઈને માથામાંથી લોહી નીકળતા પુત્ર સાથે ખાનગી વાહનમાં પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે સંગીતાબેન મંગુભાઈ આહિરે પારડી પોલીસ મથકે ભત્રીજા આશિષ પ્રફુલ આહીર સામે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.