નવી દિલ્હીઃ મોદી સરકારે થોડા દિવસ અગાઉ ઘઉંની (Wheat) નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે એવી માહિતી મળી રહી છે કે છ વર્ષમાં પ્રથમવાર મોદી સરકાર ખાંડની (Suger) નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ વધતી જતી ખાંડની કિંમતોને કાબૂમાં લાવવા માટે સરકાર આ પગલું લઈ રહી છે. આ ઉપરાંત સરકાર પાસે આ સિઝનમાં ખાંડની નિકાસને 10 મિલિયન ટન સુધી મર્યાદિત કરવાનો વિકલ્પ (Opection) પણ છે. જો કે ખાંડની નિકાસ પર રોક લગાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી આવી નથી. પરંતુ ખાંડના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો
- ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા રાજ્યો
- ખાંડની નિકાસ પર રોક લગાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી મળી આવી નથી
ખાંડની નિકાસની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં બીજો ક્રમ ઘરાવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર બ્રાઝિલ જ એવો દેશ છે જે ભારત કરતાં વધુ ખાંડની નિકાસ કરે છે. આવી પરિસ્થિતિમાં જો મોદી સરકાર ખાંડની નિકાસ ઉપર પર પ્રતિબંધ મૂકે છે, તો ઘણા દેશોને માટે આ પડકારરૂપ સમસ્યા હશે. ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશોમાં ખાંડની મોટા ભાગે નિકાસ ભારતમાંથી થાય છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા રાજ્યો છે. માત્ર આ 3 રાજ્યો દેશની કુલ ખાંડના ઉત્પાદનના 80 ટકા ઉત્પાદન કરે છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, હરિયાણા અને પંજાબમાં પણ શેરડીનું વાવેતર અમુક અંશે થાય છે.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત ઉદ્ભવી હતી કારણ કે આ બંને દેશો લગભગ 25 ટકા ધઉંની નિકાસને આવરી લે છે. આ પડકારરૂપ સ્થિતિમાં ભારતમાંથી ઘઉંની નિકાસ વધવા લાગી. વધુ નિકાસને કારણે ભારતમાં પણ ઘઉંના ભાવમાં વધારો થયો. છેવટે સરકારે ધઉંના ભાવ પર લગામ લગાવવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ ધટનાને પગલે રેણુકા સુગરનો શેર 6.66% ઘટ્યો, જ્યારે બલરામપુર ચીની મિલ્સના શેરમાં 5% ઘટાડો થયો. તે જ સમયે, ધામપુર સુગરના શેરમાં 5 ટકા અને શક્તિ સુગરના શેરમાં પણ લગભગ 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.