વડોદરા: ત્રણ મંદિરો તોડનાર મેયરે ખંડિત પ્રતિભા પુનઃચમકાવવા દબાણો પર સપાટો બોલાવ્યો હતો. ચાર દરવાજા વિસ્તારમાં મુસ્લિમોના દબાણ બાદ પથારાવાળાનો વારો આજ રોજ આવ્યો હતો. ચાર દરવાજામાં સોમવારે બંધ રહેતી દુકાનો બહાર શ્રમજીવીઓ પથારા પાથરી સસ્તામાં કપડા વેચે છે.દબાણ ટીમે કપડા કબ્જે લીધા હતા.એક તરફ કાળઝાળ મોંઘવારી બીજી બાજુ રોજગારી છીનવતી પાલિકા જેમનું ઘર પથારા પર નભે છે એવી મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. સુપ્રિમના આદેશ છતાં ગુજરાતમાં હૉકિંગ ઝોન કે પાર્કિંગ ઝોન અપાતા નથી. ગરીબો જાય ક્યાં ? તંત્રને મોટા મોટા દબાણ શું દેખાતા નથી? ઘડિયાળી પોળ અને આજુબાજુની પોળોમાં ઠાકુર સાડી સેન્ટર સહિત અનેકના દબાણો.પાલિકા આવા દબાણો દૂર કરતાં શું ગભરાય છે? ગરીબોની રોજી છીનવી પાલિકાની દબાણ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મંગળબજાર પહોંચી હતી. અને દબાણો દુર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર પોલીકા દ્વારા શહેરના માંડવીથી પાણીગેટ સુધીના આસપાસના ગેરકાયદેસર દબાણો, લારી-ગલ્લા, પથારાવાળાઓ વગેરેને મેયર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરીને દબાણો દુર કર્યા હતા.
આ વિસ્તારણની અવાર નવાર ફરિયાદ મળે છે. તે સંદર્ભે મેયર, ડે. મેયર અને સ્થાનિક કાઉન્સીલર અને દબાણ શાખાની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ મુલાકાત કરી હતી. જેમાં દુકાનદારો અને પથારાવાળાઓએ જાહેર રસ્તા પર દબાણ કરેલા હતા તે તાત્કાલિક દબાણ શાખા દ્વારા દુર કરવામાં આવ્યા હતા. દબાણમાં ૧૦ ટ્રક અને ૧૭થી વધુ કપડાની દુકાનના સ્ટેચ્યુ જપ્ત કર્યા હતા. સાથે ૨૩ વેપારીઓને દબાણ દુર કરવા બદલ નોટીસ આપી હતી.
શ્રમજીવીઓ દ્વારા એમજી રોડ પથારા પાથરી કપડાનું વેચાણ થાય છે
વડોદરા શહેરમાં આજ રોજ સોમવર હોવાથી દુકાનો મોટા ભાગે બંધ હોય છે. તેવામાં રોજ લાઈને રોજ ખાનારા શ્રમ જીવીઓ દ્વારા સોમવારી બજાર એમ.જી રોડ ખાતે ભરાયું હતું. શ્રમ જીવી દ્વારા પોતાના પેટનો ખાડો પુરવા માટે આવા બજાર ભરે છે. જેમાં જુના કપડાનું વેચાણ કરવામાં આવે છે. પોતાનું તથા પરિવારનું પેટ ભરે છે. જયારે આજે ચાર દરવાજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. અને દબાણો દુર કર્યા હતા. જેના કારણે નાના શ્રમ જીવીઓ દ્વારા પોતાનું તથા પરિવારનું ભરણપોષણ કરવા માટે નાંના મોટા ધંધા કરે છે. તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કસે છે. આ શ્રમ જીવીઓ દ્વારા જુના કપડાનું વેચાણ કરવામાં આવે છે. આ કપડા મધ્યમ વર્ગના લોકો દ્વારા ખરીદવામાં આવે છે. મધ્યમ વર્ગના લોકો દ્વારા આ કપડા નવા કપડા બરોબર જ હોય છે. જેથી મધ્યમ વર્ગના લોકો સોમવારની રહા જોતા હોય છે. અને શ્રમ જીવો પણ આ કપડા વેચીને પોતાનું પેટ ભરે છે. આજે સોમવાર હોવાથી ન્યાય મંદિર, લહેરીપુરા, માંડવી, ચોકસી બજાર તથા એમજી રોડની દુકાનો મોટાભાગે બંધ હોવાથી શ્રમ જીવીઓ દ્વારા રોડ પર ના ઓટલા પર પથારા પાથરીને કપડાનું વેચે છે. અને પોતાનું તથા પોતાના પરિવારનું ભરણપોષણ ચલાવે છે. આ આ શ્રમ જીવું દ્વારા જે કપડાનું વેચાણ કરવામાં આવે કે તે કપડા મધ્યમ વર્ગના લોકો દ્વારા લેવામાં આવે છે. જે મધ્યમ વર્ગના લોકો જ આ કપડા ખરીદવામાં આવે છે. જેથી શ્રમ જીવીઓ ને પણ પોસાય અને મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવથી આ કપડાનું વેચણ થતું હોય છે. શ્રમજીવીઓ પોતાનું પેટ ભરે છે. જેમાં જુના કપડાનું વેચાણ કરવામાં આવે છે. પોતાનું તથા પરિવારનું પેટ ભરે છે.