જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના પીપીયા ગામે મરઘા કેન્દ્ર પાસેની ખુલ્લી જગ્યામાંથી પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૭ ઈસમોને ૧૨,૫૭૫/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઇ જે.બી ઝાલા પોતાના પોલીસ સ્ટાફ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે પીપીયા ગામે આવેલ મરઘા કેન્દ્રની બાજુમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો ગંજી પત્તા પાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે પીપીયા ગામે પહોંચી બાતમીવાળા સ્થળે છાપો મારી જુગાર રમતાં ૭ ઈસમો (૧) ભારતભાઈ નાયક (૨) રણજીતભાઇ નાયક (૩) ઇલેવનભાઈ રાઠવા (૪) શૈલેષભાઈ નાયક (૫) નટુભાઈ નાયક(૬) મુકેશભાઈ નાયક (૭) પુનમભાઈ બારીયાને ઝડપી
પાડયા હતા.