Madhya Gujarat

સંજેલીની ચર્ચની જમીન પચાવી પાડી ક્રોષ તોડીને ફકીરા ફાર્મ હાઉસમાં તબદીલ કરાયું

દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી નગરની ચર્ચ સહીત જમીન પચાવી પાડીને પવિત્ર સ્થાન પર લગાવેલ ક્રોષ તોડીને ચર્ચને ફકીરા ફાર્મ હાઉસમાં તબદીલ કરીને ચર્ચમાં ગોરખધંધા તથા ગેરકાયદેસર પ્રવુતિ આચરવામાં આવતા ક્રિશ્ચન સમાજના અનુયાયીઓની ભારે લાગણી દુભાય હતી. સાથે આ બનાવને લઈને ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના ક્રિશ્ચન સંગઠનોમાં પણ  આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા.છેલ્લા ચાર વર્ષથી ચર્ચની જમીનને લઇને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ક્રિશ્ચન ફ્રૉન્ટ નામના સંગઠન દ્વારા કાયદાકીય લડત ચલાવવામાં આવી રહી છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને સંગઠનના આગેવાનો દ્વારા લેખિત મૌખિક ચર્ચ મામલે  રજૂઆતના કરાઈ હતી. સંજેલી સર્કલ ઓફિસર અને તલાટી સહિતની અધિકારીઓની ટીમ દ્વારા ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ક્રિશ્ચન ફ્રૉન્ટ આગેવાનોને સાથે રાખીને ચર્ચ અને જમીનની સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરીને  લેખિતમાં પંચનામું કરવામાં આવ્યું હતું.હાલમાં અરજદાર ઇકબાલ ફકીરા દ્વારા પુનઃ ચર્ચ સહીતની જમીન તબદીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો હતો.જેથી ઓલ ઇન્ડિયા યુનાઇટેડ  ક્રિશ્ચન ફ્રૉન્ટના આગેવાનો દ્વારા આ અરજીને નામંજૂર કરવા તથા  જમીન પરત કરવા સાથે ચર્ચ સહિતની જમીનનું પવિત્ર સ્થાન બચાવવા માટે ગાંધીનગર ખાતે રજુઆત કરવા માટે  દોડી ગયા હતા. જિલ્લા કલેકટર દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.

સંજેલીના ખાતા નં  ૪૫૩ માં સમાવિષ્ટ રે.સ.નં. ૧૮૧ ( જનો સર્વે નં . ૧૨૨ ) હે.આરે.પ્ર.ચો.મી. ૦-૭૪-૮૭ , આકાર રૂ . ૦.૦૦ વાળી જમીન 20 થી 25 કરોડ રૂપિયાનો ભાવ બોલતો હોવાથી અરજદાર ઇકબાલ ફકીરા દ્વારા ચર્ચની પવિત્ર જમીને પચાવી પાડીને વેચાણ કરવાના ઇરાદે જમીન જુની શરત બીનખેતી કે તબદીલ કરવાની કોશીશ કરવામાં આવતા સંગઠન દ્વારા આ બાબતે છેક મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરના આદેશથી ઝાલોદ પ્રાંત અધિકારી અને મામલતદાર સંજેલીને સ્થળની તપાસ કરીને આ મામલે સમગ્ર લેખિત રિપોર્ટ જિલ્લા અને ગાંધીનગર ખાતે સુપ્રત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. નજીકના ભવિષ્યમાં ચર્ચને બચાવવા માટે મોટું આંદોલન કરવાના મૂડ જોવા મળ્યા હતા.

Most Popular

To Top