વલસાડ: : છેલ્લા કેટલાક સમયથી જાણકારી મળી રહી છે કે દારૂની (Alcohol) હેરાફેરી પાછળ મહિલાઓનો (Women) દબદબો ખૂબ વધ્યો છે. પુરુષો (Man) સાથે હવે મહિલાઓ પણ દારૂના ધંધામાં જોડાયેલી હોવાની બાતમી છેલ્લાં ધણાં સમયથી મળી રહી છે. ગુજરાતમાં (Gujarat) દારૂબંધી હોવા છતાં ચોરીછૂપી દારૂનું વેચાણ કરવામાં આવે છે. આવો જ કિસ્સો વલસાડ (Valsad) તેમજ કામરેજના (Kamrej) ખોલેશ્વર ગામેથી મળી આવ્યો છે કે જયાં મહિલાઓ વિદેશી દારૂ સાથે પકડાઈ આવી છે.
- દારૂની હેરાફેરી પાછળ મહિલાઓનો દબદબો ખૂબ વધ્યો
- ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચોરીછૂપી દારૂનું વેચાણ કરવામાં આવે
વલસાડ એસટી ડેપોમાંથી ત્રણ મહિલા ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ
વલસાડ (Valsad) એસ.ટી ડેપોમાં (S.T depo) મહિલાઓ (Women) દારૂનાં (Alcohol) પોટલાં લઈને બસની (Bus) રાહ જોઇને ઊભી હોવાની બાતમી મળતાં પોલીસની (Police) ટીમે રેડ પાડતા વલસાડનાં માલવણ ગામે આગરા ફળિયામાં રહેતી નીતા પિન્ટુ પટેલ, વલસાડના ઉટડી ગામે ડીપી ફળિયામાં રહેતી નીરૂ રાજુ પટેલ અને બીલીમોરામાં રહેતી આશા સંજય પટેલ આ ત્રણે દારૂ સાથે ઝડપાઈ ગઈ હતી. એમની પાસેથી રૂ.૨૬,૩૦૦ ઇંગ્લિશ દારૂ બોટલ ૨૦૧ મળી આવી હતી. પોલીસે તમામની ધરપકડ (Arrest) કરી મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કામરેજના ખોલેશ્વર ગામે એક મકાનમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
પલસાણા: કામરેજ તાલુકાનાં ખોલેશ્વર ગામે એક મકાનમાંથી 49,200 ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે ખોલેશ્વર ગામે રહેતા હસમુખભાઈ ઠાકોરભાઈ વસાવાના ઘરે રેડ કરી હતી. જેમાં મકાનમાં સંતાડેલા બીયરના ટીન તેમજ વિદેશી દારૂની બોટલ નંગ 384 કિંમત રૂ,49,200 નો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ઘરમાં હાજર મહિલા બુટલેગર અર્ચનાબેન હસમુખભાઈ વસાવાને પોલીસે ઝડપી પાડી હતી. આ વિદેશી દારૂનો જથ્થો હસમુખ વસાવાએ મંગાવ્યો હતો અને આ જથ્થો પૂરો પાડનાર હિતેશ ઉર્ફે લાલુ ગુમાન વસાવાને ત્યાં હાજર મળી ન આવતા બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.