મુંબઈ: લગભગ 175 હિન્દી ફિલ્મોમાં (Hindi Movie) અભિનય કર્યા બાદ બોલીવુડના (Bollywood) મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે ગુજરાતી સિનેમામાં એન્ટ્રી (Entry) મારી રહ્યા છે. આ વાતથી ગુજરાતી સિનેમા પ્રેમીઓ ખુબ ખુશ થઇ ગયા છે. બિગ બી (Big-B) તેમનું ગુજરાતી સિનેમામાં પહેલું ડેબ્યુ ‘ફક્ત મહિલા માટે’ ફિલ્મથી કરવા જઈરહ્યા છે. આ ફિલ્મમાં બિગ બી ઉપરાંત ગુજરાતી સુપરસ્ટાર યશ સોની, દીક્ષા જોશી ભાવીની જાની અને પ્રશાંત બારોટ પણ જોવા મળશે. આ ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.
‘ફક્ત મહિલા માટે’ ફિલ્મમાં બિગ બી એક ગુજરાતી વ્યક્તિની તરીકે નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સ્ત્રી-કેન્દ્રિત કોમેડી ફિલ્મ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. ફક્ત મહિલા માટે’ ફિલ્મનું આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને આનંદ પંડિતે બિગ બીનો સંપર્ક કર્યો, જેના પર બિગ બીએ તત્કાલ હા પાડી છે.
આ પહેલીવાર છે જ્યારે અમિતાભ જી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. આનંદ પંડિતે જાણકારી આપ્યાં પ્રમાણે અમિતાભ બચ્ચન તેમના પ્રિય મિત્ર છે અને જ્યારે તેમણે બિગ બીને પૂછ્યું કે શું તેઓ તેમની સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મમાં અભિનયમાં ભાગ ભજવશે? તો બિગ બીએ તેમને તરત જ ખુશીથી હા પાડી દીધી હતી.
આનંદ પંડિતે અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ હંમેશા સેટ પર સમયસર પહોંચે છે. વધુમાં પંડિતે કહ્યું કે ભાષા પરિવર્તનથી કોઈ અવરોધ ઊભો થતો નથી કારણ કે દરેક અભિનય તેઓ સુંદર રીતે નીભાવે છે. અમિતાભ બચ્ચને તેમના કેમિયો ફિલ્મ કરતી વખતે જ સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેમને સ્ક્રિપ્ટ ખૂૂબ જ ગમી હતી.
પંડિતે ઉમેર્યું કે જ્યારે અમિતાભજીએ સેટ પર સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેમને મજાકિયા ટ્વિસ્ટ ગમ્યા અને શૂટ દરમિયાન હસી પડ્યા હતાં. તેઓ હંમેશની જેમ સમયસર સેટ પર આવી પહોંચ્યા હતા અને તેઓના દરેક ટેક ચોકસાઈથી પૂરા કર્યા હતા. ગુજરાતી ભાષા સાથેની તેમની સરળતાથી દરેકને આશ્ચર્ય થયું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની સહેલાઈથી શીખી લે છે.