Business

અદાણી-અંબાણીને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આ મોટો ફાયદો થયો

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધને (Russia-Ukraine war) કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. પણ આ યુદ્ધની અસર માત્ર આ જ નથી તેના કારણે ઘણી બધી ચીજવસ્તુઓના ભાવો (Prices) વધ્યા છે. જેનાથી આમ વ્યક્તિને વધારે હલકી ભોગવવી પડી રહી છે. એટલુ જ નહીં ઘણા ધનિક વ્યક્તિઓને પણ નુકશાનનો સામનો કરવો પડ્યો છે. પરતું ભારતના (India) બે ધનિક વ્યક્તિઓઅદાણી-અંબાણીને રશિયા-યુક્રેન યુદ્ધથી નુકશાન થવાને બદલે ફાયદો થયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ મહિનાઓથી ચાલી રહ્યું છે. જેના પરિણામે અનેક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ઘઉં જેવા અનાજથી લઈને ક્રૂડ ઓઈલ અને કોલસા જેવી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. આ વસ્તુઓમાં થયેલો વધારો ભારતના બે ટોચના ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી (Gautam Adani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. આ બે અમીર વ્યક્તિઓની સંપત્તિમાં પણ વધારો થયો છે.

બંને ગ્રીન એનર્જી પર રોકાણ કરી રહ્યા છે
મળતી માહિતી અનુસાર, બંને ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીએ તાજેતરમાં ગ્રીન એનર્જીમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. બંને સાથે મળીને આગામી કેટલાક દાયકાઓમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં $142 બિલિયનનું રોકાણ કરવા જઈ રહ્યા છે. રોકાણની જાહેરાત કરતાં બંને ઉદ્યોગપતિઓએ કહ્યું હતું કે ભવિષ્યમાં ગ્રીન એનર્જી એ કોલસા અને ક્રૂડનો વિકલ્પ બનશે. છેવટે રશિયા-યુક્રેન યુદ્ધે કોલસા અને ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લગાવી દીધી છે ત્યારે બંને ઉદ્યોગપતિઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.

અદાણીએ આ રીતે ભાવવધારાનો ફાયદો ઉઠાવ્યો
આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉં જેવા અનાજથી લઈને ક્રૂડ ઓઈલ અને કોલસા જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. કોલસાના ભાવ આકાશે ચડતા તેનો લાભ લેવા માટે ગૌતમ અદાણી એ ઓસ્ટ્રેલિયામાં આવેલી તેમની કોલસાની નિયમીત ખાણની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે જેથી તે વધેલી માંગને પહોંચી વળે અને તેમના નફામાં વધારો થાય.

આ રીતે અંબાણીને ફાયદો થયો
બીજી તરફ મુકેશ અંબાણીની કંપની ક્રૂડ ઓઈલથી નફો (Profit) કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ક્રૂડ ઓઈલના ફસાયેલા કાર્ગોને ડિસ્કાઉન્ટ પર ખરીદી અને તેને તેમની રિફાઈનરીમાં રિફાઇન કરી ક્રૂડ ઓઈલ તૈયાર કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર ખાતે આવેલી રિફાઈનરી વિશ્વની સૌથી મોટી રિફાઇનરી છે. અંબાણીની કંપની ડીઝલ અને પેટ્રોલ પર છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ માર્જિનનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. અને સંપત્તિમાં વધારો કરી રહી છે.

બદલાયેલી પરિસ્થિતિનો બંને ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો થયો?
બદલાયેલી પરિસ્થિતિથી કોલસાના ભાવમાં વધારાને કારણે માર્ચ ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો નફો 30 ટકા વધ્યો હતો. છેલ્લા છ ક્વાર્ટરમાં કંપનીનો આ નફો સૌથી વધુ હતો. એ જ રીતે પેટ્રોલિયમના ભાવમાં વધારો થવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને માર્ચ ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી વધુ નફો નોંધ્યો છે.

અદાણી-અંબાણીની નેટવર્થમાં આટલો વધારો થયો
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારથી એપ્રિલના અંત સુધી અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં 42 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 19 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ પછી શેરબજારમાં વેચવાલીથી આ બંને કંપનીઓના શેર પણ તૂટ્યા હતા. મળતી માહિતી અનુસાર, બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી અદાણીની સંપત્તિ એટલે કે નેટવર્થમાં લગભગ $25 બિલિયનનો વધારો થયો છે. એ જ રીતે, મુકેશ અંબાણીની નેટવર્થમાં લગભગ $8 બિલિયનનો વધારો થયો છે.

Most Popular

To Top