Kitchen | Recipe

ઓટ્‌સ ચેવડો

સામગ્રી
૩/૪ કપ જાડા પૈાંઆ
૧/૪ કપ રોલ્ડ ઓટ્‌સ
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન સિંગદાણા
૧/૨ ટેબલસ્પૂન શેકેલા દાળિયા
ચપટી હળદર
૧/૪ ટીસ્પૂન લાલ મરચું
ચપટી હીંગ
૨-૩ નંગ લીમડાનાં પાન
૧/૪ ટીસ્પૂન દળેલી ખાંડ
સ્વાદાનુસાર મીઠું

  • રીત
  • પૌંઆ અને ઓટ્‌સને મિકસ કરી એક નોનસ્ટીક પેનમાં મધ્યમ તાપે પાંચ – સાત મિનિટ કોરા જ શેકો. એને એક ડીશમાં કાઢી લો.
  • એ જ પેનમાં સિંગદાણા નાખી મધ્યમ તાપે એક-બે મિનિટ શેકો.
  • તેમાં દાળિયા નાખી મધ્યમ તાપે એક મિનિટ શેકો.
  • ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું, હીંગ, લીમડો નાખી મધ્યમ તાપે થોડી સેકન્ડ શેકો.
  • તેમાં પૌંઆ, ઓટ્‌સ, દળેલી ખાંડ, મીઠું નાખી મિકસ કરી મધ્યમ તાપે થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
  • ઠંડો પડે એટલે ચેવડો એરટાઇટ કન્ટેનરમાં ભરી દો.

આલુ મિકસચર
સામગ્રી
આલુ સેવ માટે
2 નંગ બટાકા
2 કપ ચોખાનો લોટ
1/2 કપ બેસન
3/4 ટીસ્પૂન લાલ મરચું
1/4 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું
1/2 કપ પાણી
તળવા માટે તેલ
અન્ય સામગ્રી
1/2 ટીસ્પૂન લાલ મરચું
1 ટીસ્પૂન ચાટ મસાલો
1/4 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન દળેલી ખાંડ
ચપટી હીંગ
1/4 કપ સિંગદાણા
2 ટેબલસ્પૂન બદામ
2 ટેબલસ્પૂન કાજુ
1/2 કપ સમારેલું સૂકું કોપરું
2 ટેબલસ્પૂન કિસમિસ
થોડાંક લીમડાનાં પાન

  • રીત
  • બટાકાને ધોઇ, છોલી સમારો. મિકસરમાં બટાકા અને અડધો કપ પાણી નાખી બ્લેન્ડ કરો.
  • એક બાઉલમાં ચોખાનો લોટ, બેસન, લાલ મરચું, હળદર, ચાટ મસાલો અને મીઠું મિકસ કરો.
  • તેમાં બટાકાની પેસ્ટ નાખી સ્મુધ અને સોફટ લોટ બાંધો. જરૂર પડે તો પાણી નાખો. લોટને બરાબર મસળો.
  • સેવના સંચામાં તેલ લગાડી લોટ ભરો.
  • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં સેવ પાડો. ધીમા તાપે સેવ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તેલ નિતારી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. સેવને થોડી તોડી નાખો.
  • એક બાઉલમાં સેવ, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું, દળેલી ખાંડ અને હીંગ નાખી મિક્સ કરો.
  • ગરમ તેલમાં કાણાંવાળો ચમચો મૂકી સિંગદાણા, કાજુ, બદામ, સૂકું કોપરું, કિસમિસ અને લીમડાનાં પાન તળો.
  • સેવમાં નાખી બરાબર મિકસ કરો.
  • આ આલુ મિકસચર એરટાઇટ ડબ્બામાં એક મહિનો રહે છે.


કાજુ ચકલી
સામગ્રી
કાજુ પેસ્ટ માટે
1/2 કપ કાજુ
1/2 કપ પાણી
લોટ માટે
2 કપ ચોખાનો લોટ
1/2 કપ બેસન
1/4 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન લાલ મરચું
2 ટેબલસ્પૂન તલ
3/4 ટીસ્પૂન મીઠું
ચપટી હીંગ
1 ટેબલસ્પૂન માખણ
તળવા માટે તેલ

  • રીત
  • એક બાઉલમાં કાજુ અને પાણી મિકસ કરી કાજુ ૩૦ મિનિટ પલાળો. એને મિકસરમાં વાટી સ્મુધ પેસ્ટ બનાવો.
  • એક બાઉલમાં ચોખાનો લોટ, બેસન, લાલ મરચું, હળદર, તલ, મીઠું અને હીંગ મિકસ કરો.
  • તેમાં માખણ નાખી બરાબર મિકસ કરો.
  • ત્યાર બાદ તેમાં કાજુની પેસ્ટ અને ધીમે ધીમે જરૂર મુજબ પાણી નાખી સ્મુધ અને સોફટ લોટ બાંધો.
  • ચકલીના સંચામાં લોટ ભરો. બટર પેપર પર ચકલી પાડો.
  • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ચકલી મૂકી મધ્યમ તાપે બંને બાજુએ ક્રિસ્પી થાય એ રીતે તળો. વધારાનું તેલ નિતારી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
  • એરટાઇટ ડબ્બામાં ભરી દો. આ ચકલી ૧૫ દિવસ રહે છે.

Most Popular

To Top