વડોદરા : વડોદરાના આજવા સરોવરમાં જળ સપાટી ઘટતા 1 જુન બાદ શહેર માથે તોળાઇ રહ્યું છે જળસંકટ, જળ સંકટ ની શક્યતા ના પગલે તંત્ર દોડતું થયું છે, રાજ્ય સરકારને પત્ર લખી કોર્પોરેશને નર્મદા નિગમ દ્વારા પાણી આપવાની માંગ કરી છે, સિંધરોટ નો 165 કરોડનો પાણી પ્રોજેક્ટ એક મહિનો વિલંબ માં પડતા શહેર માટે જળસંકટ ઊભું થવાની શક્યતા દેખાઈ રહી છે. વડોદરા ના આજવા સરોવર ની જળ સપાટી 206.80 ફૂટે પહોંચી જતા તંત્ર દોડતું થયું છે જળ સપાટી 205 ફૂટથી નીચે પહોંચશે તો ગ્રેવીટી થી પાણી નહીં મળી શકે આવા સંજોગોમાં શહેર ને પાણીની સમસ્યા ઊભી થશે, સફાળા જાગેલા કોર્પોરેશન તંત્રએ રાજ્ય સરકારને પત્ર લખી નર્મદા નિગમ થી પાણી આપવા માટેની માંગ કરી છે રાજ્ય સરકાર આ પાણી માટેની મંજૂરી ક્યારે આપે છે તે સવાલ ઉપસ્થિત થયો છે.
આજવા સરોવર થી રોજનું ૧૫૦ એમએલડી પાણી શહેરના મળી રહ્યું છે જોકે ૧ જૂન સુધીમાં આજવા સરોવર ની જળ સપાટી 205 ફૂટ નીચે જવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારે સિટી એન્જિનિયર અમૃત મકવાણા અને સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે કહ્યું છે કે નર્મદા નિગમ થી પાણી મેળવવા માટે રાજ્ય સરકારને પત્ર લખી દેવાયો છે અને આજવા સરોવર ની જળ સપાટી 205 ફૂટથી નીચે જતાં જ રાજ્ય સરકાર પાણી ની સહાય કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી, જળસંકટ ઉભું થવાનું મહત્વનું કારણ એ છે કે સિંધરોટ ખાતે 165 કરોડ ના ખર્ચે પાણી નો પ્રોજેક્ટ ઉભો કરાયો છે.
જે હાલમાં પાણી આપવાનું શરૂ કરવાનો હતો પ્રતિદિન ૧૦૦ એમએલડી પાણી શહેરને મળવાનું હતું પરંતુ પ્રોજેકટમાં એક મહિનો વિલંબ થતાં સમસ્યા ઊભી થઈ છે વિપક્ષ નેતા એ પણ આક્ષેપ કર્યા કે 1 જુન બાદ શહેર માથે જળસંકટ ઉભું થાય તો નવાઇ નહીં અને તે માટે કોર્પોરેશન તંત્ર જવાબદાર કહી શકાય યોગ્ય સમયે સરકાર પાસે પાણીની માંગ કરવાની હતી પરંતુ તેમાં પણ તેઓ વિલંબથી ચાલ્યા આવા સંજોગોમાં શુ 1 જૂન બાદ શહેરમાં માંથે ખરેખર પાણીનું સંકટ સર્જાશે કે તંત્ર રાજ્ય સરકારને કહી નર્મદા નિગમ પાસેથી પાણી મેળવી શકે છે આ માટે કોર્પોરેશન તંત્ર હાલતો દોડતું થયું છે, શહેર ને રોજ 540 એમ.એલ.ડી પાણી ની જરૂરિયાત હોઈ છે જેમાં આજવા સરોવર, રાયકા દોડકા પ્રોજેકટ અને મહીસાગર સાથે નર્મદા નિગમ થી પાણી લઈ પૂર્ણ કરાય છે પણ આયોજન કરવામાં કોર્પોરેશન તંત્ર થાપ ખાઈ ગયું છે મેયર કેયુર રોકડીયા 3 દિવસ મેયર કપ ની ક્રિકેટ મેચ રમવા સુરત ગયા હતા ત્યારે શહેર રામ ભરોસે દેખાઈ રહ્યું છે.