ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ (Women beggar team) ઘરમાં ઘૂસી આધેડ મહિલાને બાનમાં લઈ સોનાના (Gold) દાગીના તેમજ રોકડ (Cash) રકમની લૂંટ ચલાવી વિસ્તારમાંથી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, સોસાયટી રહીશોએ મહિલા ટોળકીનેમકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ગેંગ ઘૂસી ગઈ ઝડપી પાડી પોલીસને (Police) હવાલે કરી હતી.
- મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ગેંગ ઘૂસી ગઈ
- આધેડ વયની અને એકલી હોય મહિલાને બાનમાં લીધી
- તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂ.૨૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ
અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં ગુરુવારે સવારે એક મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ગેંગ ઘૂસી ગઈ હતી. મહિલા આધેડ વયની અને એકલી હોય મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂ.૨૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. જો કે, આધેડ મહિલાએ બૂમરાણ મચાવતાં સ્થાનિક લોકોએ ફરાર થઈ રહેલી મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી તેઓને ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હવાલે કરી હતી. ઝડપાયેલી મહિલા ટોળકીની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ ભિક્ષુક ગેંગની અન્ય બે મહિલા સદસ્ય મુદ્દામાલ લઈ ફરાર થઇ ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વરના અંદાડાની સમ્રાટ રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સમ્રાટ રેસિડેન્સીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ જતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
- મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી
- તસ્કરો રોકડા રૂ.1.50 લાખની ચોરી કરી ફરાર
અંકલેશ્વરના અંદાડા ગામની સમ્રાટ રેસિડેન્સીમાં રહેતાં દિવ્યા કમલેશ મોરકર ધાબા ઉપર સૂતાં હતાં. એ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી હતી અને તિજોરીમાંથી રોકડા રૂ.1.50 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગેની જાણ થતાં જ દિવ્યાબેને શહેર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચોરી અંગેનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.