Vadodara

પાવાગઢ મંદિરના શિખર પર 14.50 કરોડના સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ મુકાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોની સુખ સુવિધા અને સહુલતને લઈ માતાજીના પૌરાણિક મંદિરનું પુનઃ નવ નિર્માણ કરી કરોડોના ખર્ચે અતિભવ્ય ભવ્ય વૈભવી અને તમામ સુવિધાભર વિશાળ મંદિર બનાવવાની કામગીરી હવે આખરી તબક્કામાં છે જેમાં આગામી દિવસોમાં મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે માતાજીના મંદિરને વધુ શુભોષિત અને ભવ્ય બનાવવા ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિર પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે જેમાં મંદિરના શિખર પર કુલ ૮ કળશ સ્થાપિત કરાયા છે જેમાં મુખ્ય ૬ ફૂટના કળશ તેમજ ધજાના ધ્વજદંડ પર ૧.૫૦ કિલોગ્રામ સોનાનો ઢોળ ચઢાવાયો છે જ્યારે ૭ અન્ય ૨ ફૂટના કળશ પર ૧.૪૦૦ કિલોગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે જેમાં ૮ શિખર પરના કળશ અને ધ્વજદંડ પર મળી કુલ ૨.૯૦૦.કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરી ૧૪.૫૦ કરોડના કિંમતના સોનાનો ઢોળ ચઢાવી ૮ કળશ અને ધ્વજદંડને માતાજીના મંદિરના શિખર પ્રસ્થાપિત કરાતા માતાજીના મંદિરના શિખરનો નજારો સુવર્ણમય બની ઔલોકીક અને ભવ્ય દેખાઈ રહ્યો છે જેમાં ઇતિહાસમાં પ્રથમવાર માતાજીના મંદિરના શિખરના કળશ અને ધ્વજ દંડ સોનાનો ઢોળ ચઢાવેલા સ્થાપિત કરાતા માઇભકતોમાં ખુશી જોવા મળી રહી છે.

Most Popular

To Top