Vadodara

ભાજપમાં ભવાઇ કરતા હોય તેવા નેતાઓની ભરમાર

વડોદરા: ભાજપની આબરૂનું ચીરહરણ કરતાં પક્ષના નેતાઓ કરતા નામચીન તરીકે વધુ ખ્યાતિ પામી ચૂક્યા છે લગભગ મોટાભાગના ગંભીર ગુનાઓ આચરીને ભારતીય જનતા પાર્ટીની છબી ખરડતા આ નેતાઓએ સેવાનો ભેખ ધરીને ગુનાઓ આચરવામાં પાછું વળીને જોયું નથી. તેમ છતાં પક્ષના કદાવર નેતાઓ આવા તત્વો ને નથી સસ્પેન્ડ કરતા નથી હકાલ પટ્ટી કરતાં કે નથી શિસ્ત સંબંધી કોઈ પગલા લેતા સંસ્કારી નગરીને નગર સેવકો જ લાંછન લાગે તેવા કલંકિત કૃતિઓ કરે છે. છતાં પક્ષ તેમના તમામ ગુનાઓને આંખ આડા કાન કરીને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે જીવનમાં સમયનું ચક્ર હંમેશા ફરતું જ રહે છે આજે કદાવર મનાતી ભાજપ પાર્ટીની હાલત લગભગ ઓળખ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ જેવી પણ હોઈ શકે છે. ત્યારે આવા નેતાઓની હાલત શું હશે?તે શહેરીજનો સારી રીતે જાણે જ છે.

કારણ કે પક્ષ કરતાં પણ આવા માથાભારે અને દબંગ નેતાઓ સામે આગેવાનો પણ વામણા બની ચૂક્યા હોય તેવી પક્ષની છબી ઉપસી રહી છે. આવનારા દિવસોમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પણ પક્ષના આગેવાનો પાર્ટીમાંથી આવા તત્વો સામે પગલાં લેતી ન હોવાથી ચૂંટણીમાં સીધી અસર પડી ચૂકે તેવું સંભળાઈ રહ્યું છે પ્રજાના પૈસે તાગડધીન્ના કરવા અઢળક માલેતુજાર હોવા છતાં પણ નિદોર્ષોને કઇ રીતે ખંખેરવા તેવા તમામ કારસા આવ અગણિત નેતાઓ પક્ષમાં પથરાયેલા છે. નામ સેવાનું અને કામ માત્રને માત્ર મેવા જ ખાવાનું પછી તે પ્રજાના હોય, પક્ષના હોય કે દેશના હોય.

રામ યાત્રામાં નગરસેવકોને દારૂ પીવડાવે એ પ્રસાદ કહેવાય ?
ગોરધન પાસેથી બે પેટી દારૂ લઇ જજો યાત્રામાં સંખ્યા ફૂલ થવી જોઈએ એવી ભાજપાના વધુ એક નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટની દારૂની ચેટ વાયરલ થઈ હતા. પ્રજા દારુ પીવે તો દારૂડિયા કહેવાયને રામ યાત્રામાં નગરસેવકો પીવડાવે એ પ્રસાદ કહેવાય ? દિવ્યયાત્રા 2022 નામના ગ્રુપમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટના નામનો સોશ્યલ મીડિયા ગ્રુપમાં  દારૂની રેલમછેલ કરવાની લખાયેલ વાતનો  બેશરમી ભર્યો સ્ક્રીન શોટ ફરતો થતા વડોદરાનું રાજકારણ ગરમાયુ. તેમના જ કાર્યકરોને એવી સૂચના આપે છે કે 2 પેટી દારૂ અને 2 પેટીબિયર બુટલેગર ગોરધન અને લાલા પાસેથી લઈને યાત્રામાં જોડાનાર સક્રિય યુવાનોને આપી દેવા જણાવતા હતા.

જેથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય. પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોને યાત્રા વિશાળ દેખાય એટલે જોડાનારને ખાણીપીણીની તમામ સુવિધાઓ પુરી પાડવા દારૂની પણ રેલમછેલ કરાવી હતી. ભગવાનની યાત્રામાં પણ કૂટનીતિ અને રાજકારણનો રંગ ભેળવતા નગરસેવકો હવે તો ધર્મ પણ ચૂકતા જાય છે. આવા અધર્મી નગરસેવકોના પાપે પાર્ટી અધ પતનના માર્ગે જઈ રહી છે તેવી ટીકાઓ ચોતરફ ચર્ચાઈ રહી છે. ચેક રિટર્ન, પૂજારી સાથે મંદિરમાં જ દાદાગીરી , હવામાં ફાયરિંગ અને ફતેપુરામાં પૂજારીનું અપમાન જેવા વિવિધ બનાવો થકી ભાજપાના અસામાજિક તત્વો જેવા કૃત્યો કરતા લેશ માત્ર અચકાતા નથી.

ભાજપની સ્વચ્છ છબીને કલંકિત કરતા દબંગ નેતા અરવિંદ પ્રજાપતિ
ભાજપના એક ચક્રી શાસનના સત્તા ના મદમાં છકી ગયેલા માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિના ફાયરીંગ પ્રકરણનો વીડિયો વાઇરલ થતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો. નળિયાથી તળિયા સુધી ભ્રષ્ટાચારમાં ખદબદતો ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરો સત્તાના નશામાં ચકચૂર બનીને જાહેરમાં ગુનાહિત કૃત્ય કરતા લેશ માત્ર અચકાતા નથી. વેમાલી ગામ નજીક આવેલા પાલખી પાર્ટી પ્લોટમાં બન્યો હતો. માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ હાથમાં રિવોલ્વર લઇને રોફ જાડતા જાનૈયાઓ વચ્ચે ઊભા હતા અને એકાએક રિવોલ્વર ઉંચી કરી ને ધડાધડ ફાયરિંગ કરતા હતા ત્યારે જ કોઇએ વીડિયો ઉતારીને બાદમાં વાઇરલ કરી દિધો હતો.

સાજન ભરવાડને તો પાસા પણ થઈ છે
ભાજપના શાસનમાં ભાજપના નામે તમામ પ્રકારના ગોરખ ધંધા કરતા રીઢા આરોપીઓ સામે શિસ્ત બદ્ધ મનાતી ભાજપ સસ્પેન્ડ કરવાના બદલે છાવરે છે કેમ ? ગોત્રી પોલીસ મથકમાં લેન્ડ ગેમ્બલિંગની ફરિયાદ પણ ભાજપના કાર્યકર સાજન ભરવાડ વિરૃદ્ધ નોંધાઈ ચૂકી હતી. ગોત્રી વિસ્તારમાં આવેલી સોનાની લગડી જેવી નવ હજાર ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે આઠ ભેજાબાજોએ બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. આશરે ૪૦ કરોડ રૂપિયાની મનાતી જમીનનો કબજો મેળવવા તમામ પ્રકારના દસ્તાવેજ બનાવટી ઉભા કર્યા હતા. લક્ષ્મીપુરામાં તો ફર્નિચરના વેપારીનું અપહરણ કરીને ઢોરમાર પણ માર્યો હતો.

કલ્પેશ પટેલ વિરુદ્ધ અનેક ગુના છે પણ નગરસેવક બનવાના કારણે દબાઈ ગયો
કલ્પેશના કાળા કારનામાના સેકડો ગુનાનો સામાન્ય ચિતાર જાણવા મળ્યાં મુજબ વરણામા પોલીસ મથકમાં પોલીસની કામગીરીમાં રુકાવટ કરીને ગેરવર્તણૂક કરી હતી. ફતેગંજમાં દલિત યુવતીને માની કરી જાતિ વિશે ગાળો આપીને ધમકી આપી હતી. પાંચ વર્ષ પૂર્વે શિવ પાર્ટી પ્લોટ પાસે સરસ્વતી કોમ્પલેક્ષ નજીક કનું ગાયકવાડ પર ફાયરિંગ કરતા ઈજાઓ પહોંચી હતીઅનુજ પટેલની સાથે જમીન બાબતે મારામારી થતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો.જેપી રોડ વિસ્તારમાં પણ જમીન બાબતે લઘુમતી કોમના બિલ્ડરો સાથે મારામારીનો બનાવ બન્યો હતો. 25લાખના ચેક રિટર્ન ના ગુનામાં એક વર્ષની કેદની સજા પડી છે એ જ નગરસેવક કલ્પેશ પટેલ વિરુદ્ધ હજુ પણ અનેક ચેક બાઉન્સ ના કેસ પેન્ડિંગ છે. તદુપરાંત બેંક સાથે છેતરપિંડી કરવાનો ગુનો પણ નગરસેવક બનવાના કારણે દબાઈ ગયો છે

Most Popular

To Top