અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ આજરોજ 14 વર્ષ પૂર્ણ કરીને ટેક્નોલોજીક શિક્ષણ ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 15માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 15માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જીટીયુના ફેકલ્ટીઝ અને સ્ટાફગણને બેસ્ટ એમ્લોઈઝ, સેક્શન, સ્પેશિયલ એવોર્ડ, એનબીએ અને નેક એક્રિડેટેડ સંસ્થાઓ, એનબીએની સ્ટેટ લેવલની કમિટી જેવી જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનીત કરાયાં હતાં. વિશેષમાં આ પ્રસંગે સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા જીટીયુની તમામ પ્રકારની સિદ્ધિઓની સ્માર્ટ એક્ઝિબિશન ગેલેરી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને નવનિર્મિત જીટીયુનો લોગો અને વેબસાઈટ, કેમ્પસ ખાતે બનાવવમાં આવેલ સરસ્વતી પ્લાઝા, પર્યાવરણની જાણવળી થાય તે અર્થે યુનિવર્સિટી સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
જીટીયુમાં સોલાર રૂફ ટોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરતાં શિક્ષણમંત્રી
By
Posted on