Gujarat

જસદણની હોસ્પિટલના લોકાર્પણ મુદ્દે સી.આર.પાટીલની સૌરાષ્ટ્રના અગ્રણી સાથે બેઠક યોજશે

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે ખાતે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકોને એકત્ર કરવાનું આયોજન છે. ત્યારે આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડાપ્રધાનના કાર્યક્રમને સુપરહિટ બનાવવા માટે રાજકોટ ખાતે. પાટીલ કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠક યોજશે.

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં સતત એક્શનમાં આવી રહેલ ભાજપ એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છે. એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ હવે સરકારના મહત્વપૂર્ણ લોકાર્પણ ચોમાસા બાદ જ થાય તેવા સંકેત છે. આ વચ્ચે સૌથી મહત્ત્વનું છે કે, તેમાં પાટીલના વન ડિસ્ટ્રીક્ટ વન ડેનો જે કાર્યક્રમ છે તે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે. આવતીકાલની બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરશે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ મારફત સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા. આ મોડેલથી દરેક જિલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે. જેમાં પાટીલના આગમન સાથે રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેરસભાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રીય થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઇ જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ આ કાર્યક્રમ મારફત શરૂ થઈ ગયા છે.

Most Popular

To Top