National

ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકેની કમાન મણિક સાહાના હાથમાં

ત્રિપુરા: ત્રિપુરામાં (Tripura) 2023ની વિધાનસભા ચૂંટણી (Election) અગાઉ જ ભાજપના (BJP) પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબેએ શનિવારે (Saturday) સાંજે 4:30 વાગ્યે રાજીનામુ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોંપી દીધું છે. બિપ્લબ દેબેનું સ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહાને આપવામાં આવ્યું છે. માણિક સાહા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. માણિક સાહા ત્રિપુજા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભા સાંસદ છે. મળતી માહિતી મુજબ બિપ્લબ દેબેના રાજીનામા પછી માણિક સાહાનું નામ સીએમ તરીકે ચર્ચામાં હતું. બિપ્લવના રાજીનામા પછી ભાજપે ભુપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેની નિરીક્ષક તરીકેની નિમણૂક કરી છે.

ગઈકાલે બિપ્લબ દેબ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, પરંતુ આજે રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. ત્રિપુરામાં બીજેપીના ઘણા ધારાસભ્યો બિપ્લબ દેબથી નારાજ હતા અને તેની પડઘો હાઈકમાન્ડ સુધી પણ પહોંચી હતી.

રાજીનામા બાદ બિપ્લબનું નિવેદન
રાજીનામું આપ્યા બાદ દેબે કહ્યું, મેં પીએમ મોદી સાથે વાત કરી છે. હું ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યો હતો. જ્યારે હાઈકમાન્ડે મને રાજીનામું આપવા કહ્યું ત્યારે મેં આ પગલું ભર્યું. આગળ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેની તૈયારીઓમાં હું વ્યસ્ત રહીશ. ભાજપના કાર્યકર તરીકે હું પક્ષને મજબૂત કરતો રહીશ.

નવા નેતાની જાહેરાત આજે સાંજે
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે કેન્દ્રીય નિરીક્ષક તરીકે ત્રિપુરામાં છે. બિપ્લબ કુમાર દેબના સ્થાને નવા નેતાની જાહેરાત આજે સાંજે કરવામાં આવશે. ઘણા ધારાસભ્યો નારાજ હતા બિપ્લબ દેબ એક વર્ષથી ઘણા ધારાસભ્યોથી નારાજ હતા. ગયા વર્ષે જૂનમાં ધારાસભ્યોનું એક જૂથ બિપ્લબ દેબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા દિલ્હી આવ્યું હતું.

જો કે, પછી હાઇકમાન્ડે દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો હતો અને રાજ્યના પ્રભારી વિનોદ સોનકરને આ મુદ્દાને ઉકેલવા માટે કહેવામાં આવ્યું હતું. 2018ની વિધાનસભા ચૂંટણીમાં માણિક સરકારની સામ્યવાદી સરકારને ઉથલાવીને ભાજપે રાજ્યમાં સત્તા મેળવી હતી. 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં સત્તારૂઢ ગઠબંધન પાસે 36 ધારાસભ્યો સાથે ભાજપ અને 8 ધારાસભ્યો સાથે ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) છે.

બિપ્લવ દેવને લઈને સંગઠનમાં નારાજગી હતી
બિપ્લવ દેવને લઈને સંગઠનમાં નારાજગી છે. બે ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. ભાજપ વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. ખબર છે કે રાજ્યમાં આવતા વર્ષે 2023માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની તર્જ પર ત્રિપુરામાં મંત્રીથી લઈને સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રાજીનામા બાદ તેઓ સંગઠનમાં કોઈપણ પદ સંભાળી શકે છે.

Most Popular

To Top