Vadodara

કેમિકલ ચોરીના ટેન્કર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા

વડોદરા : વડોદરા શહેરના તરસાલી થી ચિખોદરા ગામ તરફ જવાના માર્ગ પર કેમિકલની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો હતો.  જ્યારે ત્રણ આરોપીઓ ની ધરપકડ કરીને 48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ચોરીનો કેમિકલનો જથ્થો ખરીદનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે હાઇવે પરથી પસાર થતી કેમિકલ ટેન્કરો માંથી કેટલીક ટેન્કરો માંથી કેમિકલ ચોરી કરવામાં આવે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ ગોઠવી હતી. જ્યાં ગત રાત્રે ધનિયાવી માર્ગ પરથી ચિખોદરા ગામની સીમમાં દાઉદ ઉર્ફે મનુ ગુલશનભાઈ સિંધી ની ખુલ્લી જગ્યામાં એક ટેન્કર મળી આવ્યું હતું જે ટેન્કર માંથી કેમિકલ કાઢીને બેરલ ભરવામાં આવતા હતા.

પોલીસે કેમિકલ ચોરી કરનાર મુખ્ય આરોપી ભરત ભીખાભાઇ ચાવડા રહે.ગોત્રી  રોડ, ટેન્કર ડ્રાઇવર રામપ્રવેશ યાદવ રહે. આઝમગઢ યુ.પી અને જમીન માલીક દાઉદ ઉર્ફે મનુભાઈ ગુલશનભાઈ  સિંધી રહે. તરસાલી વડોદરાની ધરપકડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી 770 લીટર ચોરી કરેલા કેમિકલનો જથ્થો કિંમત 1,41,680/- ,ટેન્કરમાં ભરેલું 19720 લીટર કેમિકલ કુલ કિંમત 36,28,480/-, તેમજ 10 લાખનું ટેન્કર, ખાલી બેરલ, મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ સહિત 48,42,300/- નો મુદ્દમાલ કબ્જે લીધો હતો. ચોરી કરેલું કેમિકલ વાપી GIDC નો સંદીપ પટેલ નામનો શખ્સ ખરીદતો હોવાની માહિતી સામે આવતા પોલીસે  સંદીપ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top