શાસ્ત્રો અને જ્યોતિષીઓની એક માન્યતા અનુસાર આળસુ લોકોનાં ઘરોમાં ક્યારે પણ શ્રી લક્ષ્મીજી માતા રહેતાં નથી અને એ વાતની ધાર્મિક રીતે ચાણક્યે પણ પૂર્તિ કરીને સમર્થન આપેલ છે કે જે ઘરોની આળસુ મહિલાઓ સૂર્યોદય પછી પણ સૂતી રહે (અપવાદરૂપે : કાયમી બીમાર યા રોગિષ્ટ હોય તો તેવા કિસ્સામાં ક્ષમ્ય!) આ સિવાય આળસુ લોકો તથા ઈશ્વરમાં વિશ્વાસ નહીં રાખનારા તેમજ કહેવાતા ચોર ચોટ્ટાઓ અને કથિત ભ્રષ્ટાચારીઓનાં ઘરોમાં કદીયે દેવી લક્ષ્મીજી બિરાજમાન તેમજ પ્રસન્ન થતાં જ નથી ! એ વાસ્તે વહેલી સવારે મળસ્કે બ્રહ્મમુહૂર્તમાં બધાએ ઊઠી જવું જોઈએ! આમ ખાસ કરીને જે તે ઘરોની આળસુ ગૃહલક્ષ્મીઓ યાને કે મહિલાઓ મોડે સુધી કુંભકર્ણની માફક સૂતી રહે તે ઘરોમાંથી શ્રી લક્ષ્મીજી માતા નારાજ થઈ બીજે જતાં રહે છે! (એક અભ્યાસક્રમ મુજબ!) માટે આળસુ વર્ગોએ પોતે બંધબેસતી પાઘડી પહેરી લઈ ચાલુ ગાડીએ ચઢી જવાનું નથી! તેમજ સહમત થવું પણ જરૂરી નથી ! જે અત્રે ઉલ્લેખનીય અને નોંધનીય છે!
સુરત – સુનિલ બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આળસુ ઘરોમાં શ્રી લક્ષ્મીજી પ્રવેશતાં નથી
By
Posted on