Vadodara

સયાજી હોસ્પિટલ ખાતે ઈન્ટરનેશનલ નર્સિંસ ડેની અનોખી ઉજવણી

વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ઈન્ટરનેશનલ નર્સિંસ ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ધ ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન ઓફ ઈન્ડિયા એસેસજી હોસ્પિટલ યુનિટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં નર્સિંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો શપથવિધિ કાર્યક્રમ સાથે એક રાત્રી દરમિયાન 15 સફળ નોર્મલ ડિલિવરી કરાવનાર નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તા.12મી મે ના રોજ સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયના પ્રણેતા એવા ફ્લોરેન્સ નાઈટીંગલના જન્મ દિવસ નિમિત્તે “ઇન્ટરનેશનલ નર્સીસ ડે” તરીકે ઉજવાય છે.ઈન્ટરનેશનલ નર્સીસ ડે નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ વડોદરાના પ્રિન્સિપાલ,અન્ય તમામ ફેકલ્ટીગણ અને સયાજી હોસ્પિટલ ખાતે ફરજો બજાવતા નર્સીસ દ્વારા એક સંયુક્ત કાર્યક્ર્મનું આયોજન મેડીકલ કોલેજ ઓડીટોરિયમ ખાતે કરાયું હતું.

જેમાં સવારના સમયે નર્સિંગ અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર. જી.દાહોદ ખાતે વીતેલા દિવસોમા એક રાત્રી દરમિયાન 15 સફળ નોર્મલ ડિલિવરી કરાવનાર નર્સ પ્રેક્ટિશનર ઈન મિડવાઈફરી સોનલબેન તેરસીંગ ડામોરનુ વિશિષ્ઠ સન્માન કરાયું હતું. તેમજ હોસ્પિટલમાં ફરજો બજાવતા નર્સીસ ગ્રુપ અને સરકારી નર્સિંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા નર્સીસ ડે નિમિત્તે ખાસ તૈયાર કરેલ મનોરંજન કાર્યક્રમ રજૂ કરાયો હતો. જે કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે સહિતના મહાનુભાઓએ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન કમલેશ પરમારે કર્યું હતું.

ઈન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક મેડિસીનની સ્થાપના દિવસની ઉજવણી
ઈન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિક લેબની સ્થાપના 1972 માં આજના દિવસે ગોવા ખાતે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ ફોરેન્સિક અંગેની વિસ્તૃત માહિતી અને જાણકારીની આપ લે અને અપડેટ્સ માટે કરવામાં આવી હતી.જેમાં ફોરેન્સિક અંગેના કાયદાઓ, વિવિધ ગુનાઓના ઉકેલ વિગેરે બાબતોની ચર્ચાઓ કરવામાં આવે છે.ઈન્ડિયન એકેડમી ઓફ ફોરેન્સિકની સ્થાપનાને પચાસ વર્ષ પૂરા થયા હોઇ ગોત્રી જનરલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિન અએન્ડ ટોક્સિકોલોજી વિભાગ ખાતે  પોસ્ટમોર્ટમ અંગેની વિસ્તૃત માહિતી ફોરેન્સિક લેબ ઇન્ચાર્જ ડો.હિતેશ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.જેમાં પોસ્ટમોર્ટમ એટલે શું, પોસ્ટમોર્ટમ કેમ કરવું જોઈએ કયા કયા દસ્તાવેજોની જરૂર પોસ્ટમોર્ટમ માટે પડતી હોય છે.ફોરેન્સિક ડોક્ટર ઘટનાસ્થળે જઈ શકે ખરા,એકવાર પોસ્ટમોર્ટમ થયા બાદ કઇ પરિસ્થિતિમાં બીજીવાર પોસ્ટમોર્ટમ થઇ શકે,ફોરેન્સિક મેડિસિન અને ફોરેન્સિક લેબોરેટરી માં શું તફાવત હોય છે વિગેરે અંગે વિગતવાર માહિતી આપી હતી સાથે જ ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આવેલા ફોરેન્સિક મેડિસીનના મ્યુઝમની મુલાકાત ડીન દ્વારા લેવામાં આવી હતી આ રીતે ફોરેન્સિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Most Popular

To Top