National

‘તાજમહેલનાં બંધ રૂમ વિશે પૂછનાર તમે કોણ?’, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટ(Allahabad High Court)ની લખનૌ બેંચે તાજમહેલ(Taj Mahal)ના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજી(Application)ને ફગાવી(Rejected) દીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચનાની માંગની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા અને અરજદારને પૂછ્યું કે કમિટી બનાવીને તમે શું જાણવા માગો છો? કોર્ટે કહ્યું કે અરજી યોગ્ય અને ન્યાયિક મુદ્દાઓ પર આધારિત નથી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે તાજમહેલ પર દાખલ કરાયેલા વિવાદની સુનાવણી કરતા અરજદારને પૂછ્યું કે તમે કયો ચુકાદો બતાવી રહ્યાં છો. અરજદારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા રજૂ કર્યા, જેમાં કલમ 19 હેઠળના મૂળભૂત અધિકારો અને ખાસ કરીને પૂજા અને ધાર્મિક આસ્થાની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેના પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે કહ્યું કે અમે તમારી દલીલો સાથે સહમત નથી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે આ અરજી વાજબી નથી, રૂમ ખોલવા અંગેની અરજી માટે ઐતિહાસિક સંશોધનમાં યોગ્ય પદ્ધતિનો સમાવેશ થવો જોઈએ, તેને ઈતિહાસકારો પર છોડી દેવો જોઈએ, અમે આવી અરજી પર ધ્યાન આપી શકીએ નહીં.

આ તમારો અધિકાર નથી: હાઈકોર્ટ
તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું કે તમે એક સમિતિ દ્વારા હકીકતો જાણવા માંગો છો, તમે કોણ છો, આ તમારો અધિકાર નથી અને આ RTI કાયદાના દાયરામાં પણ નથી. અમે તમારી દલીલ સાથે સહમત નથી.

અમને સંપૂર્ણપણે અન્યાયી મુદ્દા પર ચુકાદો આપવા માટે હાકલ કરી: હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું, ‘મને જાણવા મળ્યું કે આ અરજી આગ્રા સ્થિત તાજમહેલના ઈતિહાસના સંદર્ભમાં અભ્યાસ માટે નિર્દેશ માંગે છે. બીજી પ્રાર્થના તાજમહેલની અંદરના બંધ દરવાજા ખોલવાની છે. અમારો અભિપ્રાય છે કે અરજદારે અમને સંપૂર્ણપણે અન્યાયી મુદ્દા પર ચુકાદો આપવા માટે હાકલ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે રૂમ ખોલવા માટે કોઈપણ ઐતિહાસિક સંશોધનની જરૂર છે, અમે રિટ પિટિશન પર ધ્યાન આપી શકતા નથી, આ અરજીને ફગાવી દેવામાં આવે છે. આ પહેલા સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારને આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આ મુદ્દે રિસર્ચ કરો, આ માટે એમએ, પીએચડી કરો, કોઈ તમને કરવા ન દે તો અમારી પાસે આવો.

અરજીકર્તાએ કહ્યું, આદેશને SCમાં પડકારશું
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી અરજી ફગાવી દેવાયા બાદ અરજદારના વકીલ રૂદ્ર વિક્રમ સિંહે કહ્યું કે અમે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા અમે ઈતિહાસ વિભાગનો સંપર્ક કરીશું. ઉલ્લેખનીય છે કે, આ અરજી અયોધ્યાના બીજેપી નેતા ડૉ. રજનીશ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top