નડિયાદ: નડિયાદમાં આવેલ શ્રી ગોકુલનાથજી મંદિરમાં ભગવાન સમક્ષ ૫૧ હજાર કેરીઓનો ભોગ ધરાવી આમ્રકુંજ મનોરથ યોજવામાં આવ્યો હતો. ભગવાનને ધરાવવામાં આવેલ કેરીઓનો પ્રસાદ શ્રમિકોને તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ થકી ગરીબોને વહેંચવામાં આવ્યો હતો. નડીઆદના શ્રી વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા) ના સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુ (શ્રી રૂપરાયજી) ના ૧૫૧ માં પાટોત્સવ નિમિત્તે શ્રી શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને શ્રી પૂ.પ. શ્રી ગોકુલોત્સવજી મહોદયની નિશ્રામાં ૫૧ હજાર આમ્રકુંજ (કેરી) નો મનોરથ યોજવામાં આવ્યો હતો. નગરજનોએ આ અલૌકિક મનોરથના દર્શનનો અલભ્ય લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મનોરથ અંતર્ગત ભગવાનને ધરાવવામાં આવેલ ૫૧ હજાર કેરીઓનો પ્રસાદ નડીઆદના સંતરામ મંદિર, માનવ સેવા, નિરાંત સેવાશ્રમ, દલાબાપા આશ્રમ અને નડીઆદના સલુણ બજાર ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મજૂરોને વહેંચવામા આવ્યો હતો.
નડીઆદના ગોકુલનાથજી મંદિરમાં આમ્રકુંજ મનોરથ યોજાયો
By
Posted on