Charchapatra

મફત સુવિધાની માયાજાળ

31 માર્ચ 2021 મદ્રાસ હાઇકોર્ટના અગત્યના ચુકાદામાં નામદાર કોર્ટે સાચી ટકોર કરી હતી. ચૂંટણી વાયદાઓમાં રાજનીતિક પાર્ટીઓ મફત સુવિધાઓની લ્હાણી વહેંચવાની હોડ લાગે છે. આ બધું બંધ થવું જરૂરી છે. મફત સુવિધાઓ મતદારોને આપવા કરતાં સમાજના વિકાસ માટે, જળાશયોનું નિર્માણ કરવા માટે, ચેક ડેમોનું નિર્માણ, કૃષિ ક્ષેત્રોમાં કે પછી શિક્ષણ અને બીજા ક્ષેત્રોમાં થાય તે હિતાવહ છે. આ બધું લેખે લાગે તેમ છે. મફત સુવિધાઓ રાજયોને દેવાળિયાપણા તરફ દોરી જાય છે. (તેનો તાજો દાખલો આમ આદમી પાર્ટી પંજાબમાં આપણી સામે જ છે. આ સુવિધાઓ સાર્વજનિક કોષ દ્વારા થાય છે, દેવાય છે (જેમાં મતદાતાના પૈસાનો બગાડ થાય છે. નામદાર કોર્ટે હલ આપ્યો કે દરેક પાર્ટી પાર્ટીના અંગત ફંડ દ્વારા આ સુવિધાઓ શું ઉપલબ્ધ ન કરી શકે? કોર્ટની આ ટકોર વ્યાજબી તો ખરી જ?
અમદાવાદ                  – અરુણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top