ગુજરાતમાં શિક્ષણ મોંઘુ છે, વાલીઓની આર્થિક મજબુરીથી બીજા રાજ્યો કે વિદેશમાં મોકલવાં પડે છે. ગુજરાતમાં મેડિકલ, એન્જિનિયરિંગ કે ઉચ્ચ અભ્યાસ અર્થે જ્યાં શિક્ષણ સારું અને વ્યાજબી ફી હોય ત્યાં મજબુરીથી મોકલવું પડે છે. મંત્રીઓના નેતાઓના કે ધનાઢ્યોના સંતાનો તગડી ફી ધરાવતી ખાનગી સ્કૂલોમાં ભણાછે છે અને સરકારી સ્કૂલોમાં ગરીબ વિદ્યાર્થી ભણે છે, સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ છે જેથી પણ સારુ઼ શિક્ષણ મળતું નથી. ગુજરાતમાં ગીતાના શિક્ષણને મહત્ત્વ આપવામાં પરંતુ આજના વિદ્યાર્થીને મોંહે-જો-દરો અને હડ્ડપાની પુરાણી આધુનિક ઢબે વિકસેલી સિંધુસંસ્કૃતિના અવશેષો વિશે પૂછો તો તેઓ યાદ નથી કે ખબર નથી.
જો વિદ્યાર્થીઓ જૂની સંસ્કૃતિ વિશેના જાણે તો અભ્યાસ કરેલી કામનો? અહીં કહેવાનો અર્થ એ છે કે ઇતિહાસમાં આપણે દેશ બીજા દેશો કરતા સુસંસ્કૃત હતો તે આજના વિદ્યાર્થીઓને ખબર નથી. આજના વિદ્યાર્થીઓને દેશનું બંધારણ કોણે કોણે ઘડેલું અને બંધારણનુ઼ મહત્ત્વ શું છે તેનુ઼ શિક્ષણ મળવુ઼ જોઇએ, ગીતાના શિક્ષણથી વર્ણ વ્યવસ્થા આ નિર્દોષ કુમળા બાળકોને વિનાશકારી માનસિકતા શા માટે લાવવું જોઇએ. દંતાલી પેટલાદના ભક્તિ નિકેતન આશ્રમના સર્વેસર્વા સ્વામી સચિદાનંદજીએ કહ્યું છે કે, અદ્યોગિકનું મૂળ હોય તો તે વર્ણ વ્યવસ્થા છે. માટે આપણે વિનંતી કે 18મી સદીમાં જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઇ કફૂલે અને ફાતિમા શેખે સૌ કોઇને શિક્ષણ મળે એ હેતુથી સ્કૂલો ચાલુ કરેલી અને બાબા સાહેબ આંબેડકરે જે જે મહાનુભાવો સાથે બનાવેલ દેશનું બંધારણ પણ શિક્ષણ દાખલ કરવાની જરૂર છે.
પાલ – પરસોત્તમ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.