Charchapatra

અદૃશ્ય પડછાયો થોડી સ્પષ્ટતા

વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓણ્ઝરવેટરીના ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત દ્વારા તા. 9.5.22ના ગુજરાતમિત્રમાં પ્રસિધ્ધ થયેલા સમાચાર સાવધાન: તમારો પડછાયો અદૃશ્ય થવાનો છે’ આ બાબત સ્પષ્ટતા. 1. સૃષ્ટિપર અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થને કદ, વજન કે આકાર હોય છે. 2. પ્રકાશની હાજરીમાન કોઇપણ ઘન પદાર્થને પોતાના આકાર અનુસાર પડછાયો હોય જ છે. (શાસ્ત્ર મુજબ દેવને પડછાયો હોતો નથી) 3. પડાયો કદાપિ અદૃશ્ય થતો નથી. માત્રને માત્ર સંલગ્ન થતો હોય છે. 4. લેખ ઉપરથી એવું પ્રતિત થાય છે કે આ ઘટના માત્ર ભારત દેશમાં જ બની રહેલ છે. પરંતુ તેમ નથી. જે તે દિવસે જે તે તારીખે, જે તે અક્ષાંશ પરથી સૂર્ય પસાર થતો હોય તે દિવસે સમગ્ર વિશ્વમાં આ ઘટના થતી હોય છે. 5. આ ઘટાન માત્રને માત્ર સૂર્ય જયારે માથા ઉપર હોય એટલે કે બપોરે સ્થાનિક સમયાનુસાર બપોરે 12 વાગ્યે જ સંભવિત થતી હોય છે. 6. સૂર્ય 23 1/2ં ઉ. અક્ષાંશ અને 23 1/2ં દ. અક્ષાંશ વચ્ચે જ ફરતો હોય છે. જે 21મી જુન અને 22મી ડિસે.ના દિવસો છે. 23 1/2ં ઉ.ની ઉત્તરે કે 23 1/2ં દ.ની દક્ષિણે સૂર્ય જતો નથી.

તેથી આ મર્યાદાની બહાર આવેલા અક્ષાંશમાં આ ઘટના કદાપી જોવા મળતી નથી. દિલ્હીમાં કુતુબમિનારનો પડછાયો કદાપિ દક્ષિણમાં પડતો નથી. 7. ઉ. ગોળાર્ધમાન આ ઘટના 21મી જુનના ગાળામાં સંભવિત થતી, અને દ. ગોળાર્ધમાં આ ઘટના 22મી ડિસે.ના ગાળામાં સંભવિત થતી હોય છે. 9. આ માત્ર કુદરતી ભૌગોલિક ઘટનાક્રમછે. જે પૃથ્વીના 23 1/2ં નમનેને,પૃથ્વીની દૈનિક ગતિને તેમજ વાર્ષિકગતિને આભારી છે. 9. 21મી જુને 66 1/2ં ઉ. અક્ષાંશે આવેલા સ્થળોએ 24 કલાકનો દિવસ હોય છે અને 66 1/2ં દ. અક્ષાંશે આવેલા સ્થળોએ 24 કલાકની રાત્રીહ ોય છે. જયારે 22મી ડિસે. આનાથી ઉલ્ટુ થતું હોય છે. 10. રાત્રી ક્રિકેટ મેચમાં પ્રકાશના ચાર ઉદ્‌ભવ સ્થાનોને લિને ક્રિકેટરોના ચાર પડછાયા દૃશ્યમાન થતા હોય છે.
સુરત              – નટુ રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top