છેલ્લા કેટલાયે વર્ષોથી દેશમાં પરિવર્તનનો વંટોળ ફેલાય રહ્યો છે. દરેક વ્યક્તિના મુખેથી સાંભળવા મળે કે પરિવતૅન તો જરૂરી જ છે ને, તો જ વિકાસ કહેવાયને? આઝાદી પછીના 21મી સદી સુધીમાં થયેલ પરિવર્તનની ગાથા જોઇએ તો “બળદ ગાડા ના યુગ માંથી, વાહન યુગ, ધુલીયા માંથી પાકા રસ્તા, સરકારીમાંથી ખાનગીકરણ, કોન્ટ્રાકટ પ્રથા, માટીના ઘરોમાંથી સિમેન્ટ કોક્રિન્ટ ના જંગલો, સરકારી માંથી ખાનગી શાળાનો યુગ,બેંકોનું મર્જર અને ખાનગીકરણ. ખેતીનું બિનખેતીમાં ફેરવાવું વગેરે. સાહિત્ય શેત્રે પણ પરિવતૅન, લેખકો આત્મકથા ના બદલે લઘુકથા, પત્રકારો, અખબાર ના તંત્રી, કોલમનીષ્ટ બધા ડિજિટલ ક્રાંતિ તરફ વળ્યાં. તમામ સરકારી, નાણાકીય વ્યવહારો ઘર બેઠા આંગણીનાં ટેરવે. ફિલ્મ શેત્રે સિનેમા ઘરોનું સ્થાન ટેલિવિઝને, તેમાંય મોબાઈલ તો માનવીનો સાથ છોડતો જ નથી, મોબાઈલ એપમાં ફિલ્મો, સિરિયલો મા જકડી રાખ્યો,માનવ સાથેના સેતુનું સ્થાન યાંત્રિકરણ કરી દીધું કદાચ ભવિષ્યમા માનવનું મગજ વિચારે તે પ્રમાણે નહીં પણ ટેક્નિકલ સાધનો કહે તેવુ અપનાવવું પડશે.
ખોરાકમાં ક્રાંતિ સાદા ખોરાકના બદલે જંક ફૂડ.આમ પણ રોબર્ટ નુ આગમન થઈ ગયું છે. સૌથી મોટા લોકશાહી દેશમાં ચૂંટણીઓ પણ પેપર ના બદલે મશીન દ્વારા. પરિવર્તન સાધનોમાં પણ સાધ્યમાં ક્યાં…? દરેક જાહેર જગ્યાએ માનવમાં પરિવર્તન જોવા મળે ત્યારે પરિવર્તન ની ખરી ક્રાંતિ કહેવાય. હજુ પણ ગરીબ કલ્યાણ મેલા યોજવા પડે, જનધન ખાતા મા પૈસા જમા થયા એ પણ પરિવર્તન જ કહેવાય ને. પરિવર્તન, ના કારણે માનવ માનવ વચ્ચેનો સેતુ જળવાઈ રહે તો પરિવર્તન કહેવાય, બાકી વંચિતો પરના અત્યાચારો, ભેદભાવ,મોંઘવારી બેકારી અસમાનતા મા વધારો જ થયા કરે તો એ પણ પરિવર્તન જ કહેવાય ને?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.