National

પત્ની સાથે બળાત્કાર ગુનો કે નહી? આ કારણોસર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી: મેરિટલ રેપ(Marital Rep) ગુનો છે કે નહીં તે અંગે આજે દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)માં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશો આ બાબતે એકમત ન હતા. જેના કારણે આ મામલો હવે ત્રણ જજની બેંચને મોકલવામાં આવ્યો છે. આ સાથે હવે મેરિટલ રેપનો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પણ જશે. કાયદાની જોગવાઈઓને દૂર કરવાને લઈને મેરિટલ રેપ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ રાજીવ શકધર અને ન્યાયાધીશ હરિશંકરના વિચારોમાં મતભેદ હતો. તેથી તેને મોટી બેંચને મોકલવામાં આવી છે.

બંને જજોનાં મત અલગ-અલગ
આ સુનાવણીમાં જજ રાજીવનો મત હતો કે મેરીટલ રેપ ગુનો છે. જસ્ટિસ રાજીવે કહ્યું કે ઈચ્છા વગર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ પતિ વિરુદ્ધ ફોજદારી કેસ થવો જોઈએ. જો કે તેઓની આ વાત સાથે જજ હરિશંકર સહમત ન હતા. તેઓનો મત હતો કે મેરિટલ રેપને કોઈ કાયદાનું ઉલ્લંઘન ના માની શકાય. આમ આ બંને જજ વચ્ચે મતભેદ હતા. જેથી અરજી કરનારને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું જણાવ્યું હતું.

શું છે આખો મામલો
મેરિટલ રેપ કેસ મામલે 21 ફેબ્રુઆરીએ કોર્ટમાં NGO આરટીઆઈ ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વુમન્સ એસોસિયેશન અને બે વ્યક્તિ દ્વારા 2015માં જનહિતની અરજીઓ દાખલ કરવામાં આવો હતી. જેની ઉપર મેરાથન સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મેરિટલ રેપ એટલે કે પત્નીની સહમતી વગર તેની સાથે સંબંધ બાંધવા

મેરિટલ રેપ ગુનો ના માનવો જોઈએ: કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે મેરિટલ રેપને ગુનો ના માનવાની ભલામણ કરી છે. 2017માં કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે ભારત આંખ બંધ કરીને પશ્ચિમનું અનુસરણ ના કરી શકે અને તેથી જ આપણે મેરિટલ રેપને ગુનો ના કહી શકીએ. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે 2017માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ વિશે વિચાર કરાશે.

10માંથી 3 મહિલાઓ બને છે પતિની જાતીય હિંસાનો ભોગ
મેરિટલ રેપ એટલે કે વૈવાહિક બળાત્કાર ભલે ગુનો ન ગણાય, પરંતુ ઘણી ભારતીય મહિલાઓ હજુ પણ તેનો સામનો કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, દેશમાં હજુ પણ 29 ટકાથી વધુ મહિલાઓ એવી છે કે જેઓ તેમના પતિ દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો સામનો કરે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત પણ વધારે છે. ગામડાઓમાં 32% અને શહેરોમાં 24% સ્ત્રીઓ આવી છે.

Most Popular

To Top