સ્વનિર્ભર બનો – Gujaratmitra Daily Newspaper

Charchapatra

સ્વનિર્ભર બનો

લાગણીશીલ બનવાનાં જોખમો, સંતાનો આપણી દુખતી નસને સારી રીતે જાણે છે. બોર આપીને કલ્લી કઢાવી લેવામાં તેઓ માહેર છે. સમજદાર નવદંપતી જિંદગીના લગ્નના આરંભથી સ્વનિર્ભર બનાવવાનું પ્લાનિંગ કરે છે. આપણાં નવયુવાન સંતાનો લકઝરી લાઇફથી આદતવશ થતાં જાય છે. અનૌપચારિક ખર્ચો વધતો જતા કાંઇ બચતું નથી. વિદેશોમાં સોશ્યલ સિકયોરિટી, મેડીકલેઇમ, અકસ્માત વિગેરે બાબતમાં સરકારે તમારા જ વેતન કપાતમાંથી તમોને  વૃધ્ધાવસ્થામાં મદદ કરે છે. નવદંપતી શરૂઆતમાં થોડી વધુ બચત કરશો તો (ટીપે ટીપે સરોવર ભરાશે. સંતાનો પર ડીપેન્ડેન્ટ થવું પડશે નહીં. ભવિષ્યના અણધાર્યા અકસ્માતો, બનાવો કે લાંબી માંદગી તમારી જ ડીપોઝીટનું વ્યાજ (દીકરો) કામ લાગશે. સમજુ વડીલો લગ્નના દેખાડા ખર્ચની રકમ, વર વધૂને લાંબા ગાળાની ડીપોઝીટનું વ્યાજ, વડીલોની સમજદારીને માન આપશે.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top