World

આર્થિક બાદ રાજકીય સંકટ: શ્રીલંકાનાં વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેનું રાજીનામું

કોલંબો: શ્રીલંકા(Sri Lanka) તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટ(Economic crisis)માંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ છે. શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે હવે રાજકીય સંકટ(Political crisis) ઉભું થયું છે. શ્રીલંકાના વડાપ્રધાન(Prime Minister) મહિન્દા રાજપક્ષે(Mahinda Rajapaksa)એ સોમવારે રાજીનામું(Resignation) આપી દીધું છે. લાંબા સમયથી દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા જેમાં લોકો વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. શ્રીલંકાની અર્થવ્યવસ્થાના પતનને કારણે રાજપક્ષે ચોતરફ ટીકાઓથી ઘેરાયેલા હતા. વિરોધીઓ મહિન્દા રાજપક્ષેના ભાઈ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે.

  • શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું
  • પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે
  • સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો, કોલંબોમાં સેના તૈનાત

અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિએ વડા પ્રધાનને તેમના પદ પરથી રાજીનામું આપવા વિનંતી કરી છે. પરંતુ મહિન્દા રાજપક્ષેએ આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી નથી અને તેઓ રાજીનામું આપશે નહીં. શ્રીલંકાના મીડિયા અનુસાર, મહિન્દા રાજપક્ષેએ સત્તાધારી SLPP અને સહયોગીઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

લોકોને સંયમ રાખવા કરી અપીલ
વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ મહિન્દા રાજપક્ષેએ સામાન્ય જનતાને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે લાગણીઓ ઉંચી ચાલી રહી હોય ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે હિંસા માત્ર હિંસા તરફ દોરી જશે. મહિન્દા રાજપક્ષેએ કહ્યું છે કે આપણે જે આર્થિક સંકટમાં છીએ તેમાં આર્થિક ઉકેલની જરૂર છે.

સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
શ્રીલંકાના સત્તાપક્ષે સોમવારે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો હતો. દરમિયાન, સરકાર તરફી જૂથોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર વિરોધીઓ પર હુમલો કર્યા પછી રાજધાની કોલંબોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા દ્વારા પોલીસ પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સમગ્ર શ્રીલંકામાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

એક મહિનામાં બીજી વખત ઈમરજન્સી
કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ માટે સેનાની ટીમો વિરોધ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. શુક્રવારે કેબિનેટની વિશેષ બેઠકમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ શુક્રવારે મધરાતથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. લગભગ એક મહિનાના ગાળામાં શ્રીલંકામાં આ બીજી વખત કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી જેનો અર્થ એ છે કે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને ઇંધણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.

Most Popular

To Top