લુણાવાડા : મહીસાગરના ખાનપુર તાલુકાના ઝેર ગામના પગી ફળિયામાં છેલ્લા ચાર વર્ષથી હેડપંપ બંધ હાલતમાં હતો. જેના કારણે ગામલોકોને પાણી માટે એક કિલોમિટર દુર જવું પડતું હતું. તંત્રને વારાવાર રજુઆત છતા કોઈ નિકાલ નહિ આવતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા હતા. જે અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઇજનેર એ.એસ.ચૌધરી ને મીડિયા ના માધ્યમથી જાણ થતાં બોર કરી તાત્કાલિક ધોરણે પાણી મળતાં ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વળી હતી અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકના ઝેર ગામના પગી ફળિયામાં છેલ્લા ચાર વર્ષથી હેડપંપ બંધ હાલતમાં હતો. જેમાં કારણે પાણીની ખેચ પડતા ગ્રામજનો એક કિલોમીટર છોટાહાથી તેમજ બાઈક દ્વારા પાણી ભરવા મજબુર બન્યા હતાં. ગામમાં નળ સે જળ યોજના નું કામ ચાલુ છે તે પણ છેલ્લા કેટલાય સમયથી અધૂરું છે માત્ર ચકલી મૂકી આપી છે તેમાં પણ પાણી નથી આવતું.
કનેક્શન ઘર દીઠ આપેલ છે જે માત્ર શોભાના ગાંઠિયા જેવા છે પશુપાલકો પોતના પશુઓને પાણી પીવા માટે એક કિલોમીટર દૂર આવેલા હેડપંપ પર જવા મજબુર બન્યા છે ત્યારે આ સમગ્ર મામલો ટેકનિકલ વિભાગના ઇજનેર એ.એસ.ચૌધરી પાસે પહોચતા તેમના દ્વારા સ્થળ મુલાકાત કરી ત્યાંની પરિસ્થતિને સમજી તુરંત જ બોર કરી તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવ્યું હતું. આથી ગ્રામજનોએ જીલ્લા વહીવટી તંત્ર તેમજ કલેકટર મનીષ બંસલનો આભાર વ્યકત કર્યો હતો અને ગામમા ઘણા સમય બાદ પોતાના ફળિયામા પાણી મળતાં ખુબ આનંદ અનુભ્યો હતો.