ગુજરાતીમાં કહેવત છે કે ‘હાથી જીવે ત્યારે લાખનો – મર્યા પછી સવા લાખનો’ આ કહેવત હવે આપણાં સ્વર-કિન્નરી, ભારત-રત્ન લતા મંગેશકર માટે સાર્થક થાય છે. લતાજી હવે હયાત નથી, પરંતુ તેમના સ્વરમાં ગવાયેલાં હજારો ગીતો આજે પણ કર્ણપ્રિય છે અને ચિરંજીવી બની રહેશે. લતાજીનો ખાલીપો કદી પુરાય તેમ નથી.આજની નવી ફિલ્મો કે તેનાં ગીતોનું કોઇ લાંબુ ભવિષ્ય નથી. આથી જલ્દી માનસપટથી ભુલાઇ જાય છે, જયારે ૫૦-૬૦ વર્ષ જૂની ફિલ્મોનાં ગીતો આજે પણ સાંભળવાનું જરૂર મન થાય છે, કેમ કે સંગીત અને ગીતનો સમન્વય હતો. જે આજની ફિલ્મોમાં જોવા નથી મળતો. ‘ફિલ્મ ‘કિનારા’માં લતાજીએ ભૂપેન્દર સાથે ગાયેલું ગીત ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’, ગર યાદ રહે, નવી ફિલ્મો માર-ધાડવાળી, ફાઇટીંગ -થ્રિલર હોય છે. જે બોકસ – ઓફિસ પર કરોડોના બિઝનેસ કરે છે, પરંતુ કરોડો ચાહકોના દિલમાં વસી શકતી નથી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લતાજી: ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’
By
Posted on