દક્ષિણ ગુજરાતમાં મહદ્ અંશે દરેક શહેરોમાં રખડતાં ઢોરોનો વર્ષોથી ત્રાસ છે. એ માટે સરકારે કડક કાયદો બનાવ્યો. માલધારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને કાયદાનો અમલ મુલતવી રાખવામાં આવ્યો. આ તો સરકારે પીછેહઠ કરી ગણાય. દક્ષિણ ગુજરાતની સમગ્ર પ્રજાએ એ કાયદાનો સત્વરે અમલ કરાવવા સરકારમાં કલેકટર કક્ષાથી માંડી દરેક વિધાનસભ્યો સહિત દરેક જગ્યાએ રજૂઆત કરવી જોઇએ. સરકાર પ્રજાનું હિત ઇચ્છતી હોય તો કાયદાનો અમલ કરી પ્રજાને આ ઢોરોના ત્રાસથી મુકત કરવી જોઇએ. ગુજરાત રાજયના મુખ્યમંત્રી આ કાયદાનો સત્વરે અમલ કરાવે તેની તાતી જરૂર છે. નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી હોય તો પણ પ્રજાના હિતનાં કાર્યો તો થતાં જ રહેવાં જોઇએ કે નહીં? આપણા દેશના વડા પ્રધાને ખેડૂતો માટેના કાયદાનો દેશના હિત માટે પાછો ખેંચું છું એવું કહ્યું હતું તો ગુજરાતમાં રખડતાં ઢોરોના કાયદાનો અમલ કરવાનું મુલતવી રાખ્યું એમાં પ્રજાનું કયું હિત રહેલું છે? આ બાબતમાં પ્રજા જાગે એ ખાસ જરૂરી છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રખડતાં ઢોરો માટેના કાયદાનો સત્વરે અમલ કરો
By
Posted on