બનાસકાંઠા: ગુજરાતમાં (Gujarat) સરકારી પરીક્ષા (Government Exam) અને ભરતીના સમયે છબરડા અને વિવાદો આવતાં જ હોય છે. આવો જ એક કિસ્સો આજ રોજ બનાસકાંઠાના (Banaskantha) થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં (Primery School) ધટયો છે. મળતી માહિતી મુજબ ધોરણ 8ના વિદ્યાર્થીના (Student) રિઝલ્ટમાં (Result) શિક્ષકે (Teacher) એવો ગોટાળો કર્યો છે કે જે સાંભળીને તમે પણ હોંશ ખોઈ બેસસો તેમજ હસી ઉપર રોક લગાવી શકશો નહીં.
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના રિઝલ્ટમાં શિક્ષકે પરીક્ષની ઉત્તરવહી તપાસતા એક વિધાર્થીને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 માર્ક, સામાજવિદ્યામાં 160 માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં 160 માંથી 165 ગુણ અપાયા હતાં. પ્રાથમિક શાળામાં વાર્ષિક કસોટીની ઉત્તરવહીના મૂલ્યાંકન સમયે 160 ગુણ હોય છતાં 160 કરતાં વધુ ગુણ શિક્ષક દ્વારા અપાતા તેમજ ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉઠાવ્યાં છે.
- 160 કરતાં વધુ ગુણ શિક્ષક દ્વારા અપાતા તેમજ ચકચાર મચી જવા પામી
- સોશિયલ મીડિયામાં શિક્ષકોની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉઠાવ્યાં
- શાળાના આચાર્ય પાસે કોપી આવી ત્યારે પણ આ ભૂલ ઉપર કોઈનું ધ્યાન દોરાયું નહીં
- આચાર્યએ સહી સિક્કા કરી રિઝલ્ટને આપવા માટે વેલીડ કરી નાખ્યું
મળતી માહિતી મુજબ મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ ટીચરે તૈયાર કર્યું હતું. આ રીઝલ્ટની કોપી જ્યારે શાળાના આચાર્ય પાસે પણ આવી ત્યારે પણ આ ભૂલ ઉપર કોઈનું ધ્યાન દોરાયું ન હતું. વર્ગશિક્ષક દ્વારા કલાસનું રિઝલ્ટ તૈયાર થયાં પછી શાળાના આચાર્ય પાસે રિઝલ્ટ ઉપર સહી-સિક્કા કરવા માટે મોકલામાં આવતું હોય છે કે તેથી જો કોઈ ભૂલ હોય તો આચાર્ય શિક્ષકનું ધ્યાન દોરી શકે. પરંતુ આ કિસ્સામાં આચાર્યએ જ સહી સિક્કા કરી રિઝલ્ટને આપવા માટે વેલીડ કરી નાખ્યું હતું.
સરકાર દ્વારા શિક્ષણ સુધારાની વાતો કરવામાં આવે છે પરંતુ આવા જ શિક્ષકો અને આચાર્ય તેઓની મહેનત પર પાણી ફેરવતા હોય છે. મૂલ્યાંકન કરતા વધુ માર્ક્સ અપાતા ભવિષ્યમાં બાળકનું ઘડતર કેવું થશે તે સવાલે સોશિયલ મીડિયામાં જોર પકડયો છે.