Vadodara

બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ

વડોદરા :  કોમર્સ ફેકલ્ટીના ચૂંટાયેલા સેનેટ સભ્ય અમર ઢોમસે અને વિધાર્થીઅગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને  આવેદનપત્ર આપીને કોમર્સ ફેકલ્ટીના વિધાર્થીઓને પડતી મુશ્કેલીને વહેલામાં વહેલી તકે નિવારવા માટે રજુઆત કરવામા આવી હતી. જે મુજબ કોમર્સ ફેકલ્ટીમાં ભણતા વિધાર્થીઓની આ વર્ષની અંતિમ પરીક્ષા આપવા મુદ્દે અવઢવમાં હોવાથી તેમની મુશ્કેલીઓ દૂર કરવા રજુઆત કરવામાં આવી હતી. આ વર્ષે ટી.વાય.બી.કોમ.માં અંદાજિત 6500 વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે એફ.વાય.અને એસ.વાય.મા 15,000 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ તમામ વિધાર્થીઓને પરીક્ષાની જરૂરી માહિતી  મળી ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

17મી મેથી ટી.વાય. બી.કોમ.ની પરીક્ષા શરૂ થશે. ત્યારે બેઠક વ્યવસ્થા સહિત પેટર્ન અંગેની જાણકારી આપવામાં આવી નથી. ઉપરાંત એફ.વાય.અને એસ.વાય.ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો કે સિલેબસ જાહેર કરાયો નથી તેથી વિધાર્થીઓ વેકેશનનું પ્લાનિંગ કરી શકતા નથી. ઉપરાંત પરીક્ષા ક્યારે લેવાશે અને પરિણામો ક્યારે આવશે તે પણ ખબર ન હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અત્યાર સુધી ઓન લાઈન ભણ્યા અને હવે પરીક્ષા ઓફ લાઈન આપવાની હોવાથી મોટાભાગના વિધાર્થીઓ માનસિક રીતે તૈયાર ન હોવાથી તણાવ હેઠળ છે. ત્યારે સેનેટ સભ્ય અમર ઢોમસે દ્વારા યુનિવર્સીટીએ વિધાર્થીઓના વિશાળ હિતમાં યોગ્ય અને ત્વરિત નિર્ણય લઈને આવેદનપત્રમાં જણાવેલ પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે અને જો બે દિવસમાં  નિર્ણય નહિ લેવાય તો વિધાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની તમામ જવાબદારી યુનિવર્સીટીના સત્તાધીશોની રહેશે.

Most Popular

To Top