હવનને કારણે દ્રવ્યોનો બગાડ થાય છે એવી ઘણી વાતો થાય છે જેમ મહાદેવને દૂધ ચઢાવવામાં કે હનુમાનજીને તેલ ચઢાવવામાં કોઈ બગાડ થાય છે એવી વાત માનવી કે નહીં એ અંગત વિષય હોય શકે પણ સુરતની શેરીઓમાં વૈશાખ મહિનામાં હવન નું આયોજન થાય છે એ સુરતીઓ ની ધાર્મિકતા નું પ્રતિક છે.ધાર્મિક માન્યતા મુજબ ચોમાસા પહેલા હોમ હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.પર્યાવરણ નું રક્ષણ થાય છે હવન કરતા સમયે સારા વરસાદ માટે પ્રકૃત્તિની દેવીઅંબામાતા ની આરાધના કરવામાં આવે છે.
સુરતીઓ ધાર્મિક વૃત્તિ વાળા છે.હોમ હવન જેવી ધાર્મિક વિધિ પર ઘણી મોટી આસ્થા ધરાવે છે.હવનના દિવસે શેરીમાં મોટી સંખ્યા માં મોહલ્લાવાસી ઓ એકત્ર થાય છે.મંડપ બંધાય છે આસોપાલવ ના તોરણ બંધાય.બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી હવન થાય તેઓને દાન દક્ષિણા અપાય,શેરીના દીકરી જમાઈ ને બોલાવાય,હવે ભંડારાનું પણ આયોજન થાય છે તે દિવસે એક સાથે મોહલ્લાવાસીઓ ભોજનપ્રસાદી લે છે.અને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવે છે.હવનના આયોજનમાં ધાર્મિકતા સાથે મજબુત સંગઠનની ભાવના પ્રકટ થાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.