ગુજરાત સરકારની પ્રવાસન નીતિ હેઠળ તાજેતરમાં બાલાસિનોર પ્રવાસધામ તરીકે જાહેર કરાયેલ છે તેમ જ ત્યાંના નવાબના મહેલને સંગ્રહાલય બનાવવામાં આવેલ છે અને તેમાં હોટલ ચલાવવાની મંજૂરી પણ અપાયેલ છે. ગુજરાતમાં આ જ રીતે રાજપીપળા અને માંડવી (કચ્છ) રાજાના મહેલોમાં સંગ્રહાલયો બનાવવામાં આવેલ છે. ટિકિટ દર મુકાવીને લોકો તે જોઇ શકે છે. મોરબી શહેર પણ પ્રવાસધામ તરીકે વિકસાવવા યોગ્ય છે. કારણ કે ત્યાં ગુજરાતનો એક માત્ર ઝૂલતો પુલ આવેલ હોવા ઉપરાંત નગર દરવાજા ટાવર અને ગ્રીન ચોક ટાવર જોવાલાયક સ્થળો છે. મોરબીનું મણિ બંદર સૌરાષ્ટ્રનો તાજમહેલ ગણાય છે. ત્યાંની બજાર જયપુર શહેરની બાંધણી પ્રમાણે બનાવાયેલ છે. આથી મોરબીને સૌરાષ્ટ્રના પેરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોરબીમાં ઘડિયાળ અને ટાઇલ્સના આવેલા કારખાના વિશ્વવિખ્યાત છે. મોરબી આ રીતે પ્રવાસધામ તરીકે વિકસાવાય તો સ્થાનિક વેપારમાં પણ વૃધ્ધિ થાય અને લોકોને રોજીરોટી પણ મળે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાજપીપળાના મહેલમાં સંગ્રહાલય બનાવો
By
Posted on