દેશભરમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી વિવાદો ઉછાળવાની મૌસમ ખીલી છે. પહેલાં હિજાબ પછી હલાલ પછી કશ્મીરી પંડિતો અને હવે મસ્જીદોના માઇક બાબત ધૂમ મચી છે. આ તમામ મુદ્દાઓ હાલના શાસકો અને એમની ભગિની સંસ્થાઓએ ઊભા કરેલા છે. ચુકાદાઓ સ્વયમ્ સ્પષ્ટ છે કે કોઇ પણ ધર્મસ્થાનોમાં પૂજા-આરતી કે બંદગી માટે માઇકની કોઇ જરૂરત નથી પરંતુ ધર્મસ્થાનોના સંચાલન આજે માથાભારે, ધર્માંધ લોકોના હાથમાં છે અને પાછું રાજકારણીઓનો એમને સાથ છે તેથી શાંતિપ્રિય લોકોએ માઇકોનું ધાર્મિક ન્યુસંસ વેઠવું પડે છે. હવે સુપ્રિમ કોર્ટ ચુકાદો આપે પછીયે વહીવટી તંત્ર માઇકો વિરુદ્ધ પગલાં ભરે છે કે કેમ એ જોવાનું છે. આમ તો ચુકાદો તમામ ધર્મસ્થાનોને લાગુ પડવો જોઇએ. કોઇના પ્રત્યે વેરભાવ વગર સમજદારીથી તમામ ધર્મસ્થાનોએ માઇકો ઉતારી નાંખવાં જોઇએ. આપણે ત્યાં ધાર્મિક અતિરેકોએ સામાન્ય માનવીનું જીવવું હરામ કર્યું છે. સમજદારી વગર ધર્મ નકામો છે.
સુરત -જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ધર્મસ્થાનોનાં માઇકોનું ન્યુસંસ
By
Posted on