Columns

કામના ઢગલાં

ઈમર્સન ગુલામ હતા ત્યારની વાત છે.યુવાન ગુલામ ઈમર્સન એક પછી એક કામ ફટાફટ કરતો જતો હતો એક મિનીટ પણ અટક્યા વિના તે હસ્ત મોઢે થાક્યા વિના એક કામ પૂરું કરી થાક ખાધા વિના તરત બીજા કામને શરુ કરી દેતો અને બીજું કામ પૂરું કરતા જ તેના મગજમાં દોડવા લાગતું કે હવે ત્રીજું કયું કામ કરવાનું છે.ઈમર્સન કયારેય થાકતો નહિ અને કયારેય માલિક વધારે કામ કરાવે છે તેવી ફરિયાદ પણ કરતો નહિ.અને એટલે જ તે માલિકનો પ્રિય ગુલામ હતો.

તેની સાથે કામ કરતા બીજા ગુલામો તો કામ કરતા થાકી જતા અને સતત માલિકની વિરુધ્ધ બોલતા રહેતા કે તેઓ કેટલું કામ કરાવે છે.પણ ઈમર્સન તો હસતા મોઢે કામ કરતો રહેતો.ટેઈ સાથે કામ કરતા એક ગુલામ દોસ્તે પૂછ્યું, ‘ભાઈ તું આનંદમાં જ હોય છે સતત કામ કરતો હોય છે અને આટ આટલા કામ કર્યા બાદ પણ એક પછી એક કામના ઢગલાં થતાં જ રહે છે.તું કંટાળતો નથી થાકતો નથી મને તો જેટલા વધારે કામના ઢગલાં હોય એટલો કંટાળો અને આળસ પહેલા જ આવે છે.’

ઈમર્સન હસ્યો, ‘અરે શું વાત કરે છે મને તો જેટલા કામના ઢગલાં એટલો વધુ આનંદ આવે છે.મને તો એક એક કામ પૂરું કરું તેનો વધુને વધું સંતોષ મળે છે જે મારા આનંદમાં વધારો કરે છે!!..’ મિત્ર હસ્યો અને બોલ્યો, ‘ભાઈ તું તો વિચિત્ર લાગે છે કે જેને કામના ઢગલાં આનંદ આપે છે.ભાઈ મને તો કામના ઢગલાં અકળામણ કરાવે છે અને એવી અકળામણ કે મારો થાક અને કંટાળો એટલો વધે કે હું કોઈ કામ બરાબર કરી શકતો નથી.’

ઈમર્સન બોલ્યો, ‘દોસ્ત વિચિત્ર હું નથી તું છે.કામ છે તો કરવું તો પડશે જ …શું કામનાં ઢગલાં જોઇને અકળામણ અનુભવવાથી ..ત્રાસ અનુભવવાથી  કામ થઈ જશે?? કામનો ભાર રાખવાથી કામ થઈ જશે ??’ દોસ્ત બોલ્યો, ‘અરે ના …કામનો ભાર તો વધતો જ જાય અને અકળામણ પણ વધતી જ જાય અને હું તો કાયમ બહાના જ ગોતું કામથી દુર ભગવાના અથવા રસ્તા ગોતું કામ પાછળ ઠેલવાના ….’

ઈમર્સને પૂછ્યું, ‘પણ શું એમ કરવાથી કામ થઈ જાય?? કામ તો કામ કરો ત્યારે જ થાય બીજી બધી વાતો નકામી કામ કરતા રહો કામને ભાર ન સમજીને કરો પ્રેમથી અને આનંદથી  કરો તો તે એક અજબ ખુશી અને સંતોષ આપશે જે બીજું કામ કરવાની તાકાત આપશે.’ ઈમર્સને કામ કરવાની સાચી રીત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top