Business

શ્રીલંકા બાદ હવે નેપાળમાં આર્થિક સંકટ: પ્રતિબંધોના પગલે ભારતને કરોડોનું નુકશાન

નેપાળ: શ્રીલંકા(Sri Lanka) બાદ હવે નેપાળ(Nepal)માં આર્થિક સંકટ(Economic Crisis) ઘેરાયું છે. નેપાળમાં આર્થિક ઈમરજન્સી(Economic Emergency ) લાગુ કરતા ભારત(India)નાં કેન્દ્રીય વેપાર(Central trade) તેની અસરો પડી રહી છે. નેપાળ તરફથી મુખ્ય વસ્તુઓના આયાત પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ ભારતનાં વેપારમાં 26 ટકાનો ઘટાડો આવ્યો છે. જેના પગલે ભારતને ત્રણ મહિનામાં 2 હજાર કરોડનું નુકશાન(Loss) થઇ ચુક્યું છે. જો કે, સ્થાનિક બજારોમાં વેપારમાં વધારો થયો છે.

  • શ્રીલંકા બાદ નેપાળ આર્થિક સંકટથી ઘેરાયું
  • ભારતમાં મુખ્ય વસ્તુઓના આયાત પર પ્રતિબંધ લાગુ
  • પ્રતિબંધનાં પગલે ભારતનાં વ્યાપારમાં ઘટાડો નોંધાયો
  • વિવિધ રાજ્યોમાંથી માલની નિકાસ પણ બંધ

આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના મહાસચિવ આલોક શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, નેપાળની આર્થિક મુશ્કેલીઓની અસર ભારતનાં સ્થાનિક માર્કેટ પર નથી પડી. પરંતુ રાજસ્થાન, દિલ્હી, કેરળ, મધ્યપ્રદેશ, કાનપુર અને મુંબઈ સહિત દેશના અન્ય ભાગોમાંથી આવી રહેલી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી ગયો છે. આયાત પર પ્રતિબંધનાં પગલે ભારતનાં અલગ- અલગ ભાગોમાં બની રહેલો માલ-સમાન નેપાળ નથી જઈ રહ્યો. વેપાર મૂલ્યમાં પણ 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે.

વેપાર મૂલ્યમાં થયો ઘટાડો
રક્સૌલ આઈસીપીના મેનેજર જ્ઞાનેન્દ્ર કુમાર સિંહના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી નેપાળ સરકાર દ્વારા મુખ્ય વસ્તુની આયાત પર પરોક્ષ નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. તેની અસર એ થઈ કે ડિસેમ્બર મહિનાની સરખામણીએ વેપાર મૂલ્ય ઘટીને રૂ. 1 હજાર 84 કરોડ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન ભારતે દર મહીને નેપાળથી 1652 ટ્રક મારફતે રૂ. 345 કરોડનો માલ આયાત કર્યો હતો. માર્ચ 2022 માં, રક્સૌલ ICP થી ભારત અને નેપાળ વચ્ચે 1429 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. બીજી તરફ, જોગબાની ICPમાંથી માર્ચ 2022માં 586 કરોડની નિકાસ અને 200 કરોડના માલસામાનની આયાત કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં જગબાની આઈસીપીમાંથી એકંદરે રૂ. 786 કરોડનું ટ્રેડિંગ થયું હતું.

ભારત નેપાળને 6520 અબજ યુએસ ડોલરનો સામાન મોકલે છે
નેપાળ ભારતમાંથી 6520 બિલિયન યુએસ ડોલરના માલની આયાત કરે છે. આયાતી માલનો હિસ્સો લગભગ 65% છે જ્યારે તે ચીનમાંથી ફક્ત 12.5% ​​છે. નેપાળમાં ભારતમાંથી આયાત કરાયેલ માલ મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, જેમ્સ અને જ્વેલરી, ડ્રગ ફોર્મ્યુલેશન અને મશીનરી માલ છે, જેનો હિસ્સો લગભગ 2900 અબજ ડોલર છે. અન્ય મુખ્ય વસ્તુઓમાં મસાલા, ચા, કોફી, તમાકુ, કૃષિ પેદાશો, લોખંડ અને સ્ટીલ છે.

Most Popular

To Top