SURAT

સુરતમાં જમીન પચાવી પાડવાના કાવતરાનો ભાંડો ફૂટયા બાદ સબરજીસ્ટ્રાર કચેરીમાં લાઇનો લાગી

સુરત: (Surat) સુરત શહેરમાં સોનાની લગડી જેવા મોકાની ગણાતી પારસી પરિવારોની જમીન (Land) પચાવી પાડવાના કાવતરાનો ભાંડો ફૂટયા બાદ અરજદારોની સબરજીસ્ટ્રાર કચેરીમાં લાઇનો લાગી ગઇ છે. સુરત શહેરમાં વિતેલા કેટલાંક સમયથી જમીનોની કિંમત આસમાને જતા કૌભાંડોની (Scam) નવી નવી તરકીબો બહાર આવી રહી છે. બોગસ પાવર અને બોગસ સહી બાદ હવે સીધા દસ્તાવજો સાથે છેડછાડ બાદ મહેસૂલી તંત્રમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.

  • સુરત શહેરમાં પારસીઓની જમીન હડપ કરવાના કાવતરા બાદ સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી માટે અરજદારોનો રાફડો ફાટયો
  • દસ્તાવેજો વેરીફાય કરવા હોય તો સીધો સબરજીસ્ટ્રાર કચેરીનો સંપક કરવા અપીલ કરાઇ

જૂની કલેકટર કચેરી પાછળ આવેલી બહુમાળી બિલ્ડીંગની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં કલાકારોએ મોટી કારગરી કરી હતી. કૌભાંડીઓએ ડુમસ,વેસુ,ખજોદ સહિત સીંગણપોરની કિંમતી જમીનો દસ્તાવેજો સાથે છેડછાડ કરી સરકારી કાગળોની મજાક બનાવી દીધી હતી. આ અંગે સબરજીસ્ટ્રાર જયેશ ભાટપોરીયાની સરકારે પક્ષે ફરિયાદ બાદ સુરત શહેરના જમીન બજારમાં ભારે અવિશ્વાસનો માહોલ ફેલાયો છે. જે લોકો પાસે દસ્તાવેજ છે તેને લઇને પણ લોકો ચિંતા અનુભવી રહયા છે. લોકોમાં પોતાની જમીનો સલામત છે કે કેમ તે અંગે પણ ગડમથલો શરુ થઇ છે. આ અંગે ખરાઇ કરવા માટે વિતેલા એક સપ્તાહથી સુરત જિલ્લાની અલગ અલગ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ચકાસણી માટે લોકોના રાફટો ફાટયો છે.

કોઇપણ ત્રાહિત વ્યકિતઓ પાસે જવા કરતા સીધો કચેરીનો સંપક કરવા અપીલ
સુરત જિલ્લા મદદનીશ નોંધણી સર નિરીક્ષક સંદીપ સવાણીએ કહયુ હતુ કે સંદીપ સવાણીએ કહયુ હતુ કે જેમને પોતાની માલમિલકતના દસ્તાવેજોની ચકાસણી કરવી હોય કે કોપી જોઇતી હોય તો સીધો કચેરીનો કોન્ટેકટ કરી શકે છે. કચેરીમાં નિયત ફી ભરી જેમને જે કોપી જોઇતી હશે તે હાથવગી કરી દેવાશે. જેથી અરજદારોને કોઇપણ ત્રાહિત વ્યકિતઓની ચુંગાલમાં ફસાવા કરતા સીધો કચેરીના ઓફિસરનો સંપક કરવા અપીલ કરાઇ છે.

Most Popular

To Top