National

દિલ્હીમાં વાતાવરણ અચાનક બદલાયું, વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડયા

નવી દિલ્હી: આજરોજ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) તેમજ તેની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધણાં શહેરોમાં વરસાદ (Rain) સાથે કરા પડયાની પણ માહિતી મળી છે. મળતી માહિતી મુજબ હવામાન વિભાગે દિલ્હી તેમજ તેની હદ હેઠળ આવતાં કેટલાક શહેરોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થશે તેવી આગાહી કરી હતી.

  • હવામાન વિભાગે દિલ્હી તેમજ તેની હદ હેઠળ આવતાં શહેરોમાં ભારે પવન સાથે હળવો વરસાદની આગાહી કરી હતી
  • નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ જેવાં વિસ્તારોમાં આજરોજ વરસાદ પડયો
  • હવામાન વિભાગે દિલ્હીમાં પવન અને વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરી દીધું હતું

દિલ્હી તેમજ તેની આસપાસના નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ જેવાં વિસ્તારોમાં આજરોજ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગે વઘુમાં આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુરૂગ્રામ, માનેસર, કરનાલ, રાજૌંદ, ઝીંદ, પાનીપત, નરવાના, ગન્નૌર, ગોહાના, સોનીપત, મહમ, ભિવાની, રોહતક, મટ્ટનહેલ, ઇઝ્ઝર, રેવાડી, બાવલ, કોસલી જેવા વિસ્તારમાં આગામી બે કલાકમાં વરસાદ પડશે.

દિલ્હીના રોહિણી, પીતમપુરા અને પશ્ચિમ વિહારમાં રહેતા લોકોએ ઝડપી પવન સાથે મધ્યમ વરસાદ થશે તેવી માહિતી આપી હતી. આ અગાઉ ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં પવન અને વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરી દીધું હતું. ત્યારબાદ હવામાન વિભાગે આ ચેતવણીને ઓરેન્જ એલર્ટની જારી કરી દીધુ હતું.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે માહિતી આપી હતી કે દેશના મોટેભાગેના વિસ્તારોમાં ગર્મીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. રાજસ્થાન, પંજાબ, દિલ્હી તથા હરિયાણામાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ ઘટાડો નોંધાયો છે. વઘુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના કોઈ પણ ભાગમાં આગામી 5 દિવસ સુધી ભીષણ ગરમી રહેશે તેવી શકયતા તેઓએ વ્યકત કરી હતી.

એપ્રિલમાં સમગ્ર દેશમાં અનેક સ્થળોએ તાપમાન સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું અને પારો 46 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચો ગયો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશના બાંદ્રામાં શુક્રવારે 47.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જે એપ્રિલમાં નોંંધાયેલું સૌથી વધારે તાપમાન છે. શનિવારના રોજ દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વેધર સ્ટેશન પર મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

Most Popular

To Top