National

122 વર્ષમાં એપ્રિલ મહિનો રહ્યો સૌથી વધુ ગરમ, હજી બે દિવસ કાળઝાળ ગરમી વેઠવી પડશે

નવી દિલ્હી: સૂર્ય આકાશમાંથી સતત અગ્નિ પ્રગટાવી રહ્યો છે. તાપમાનમાં (Temperature) વધારો અને તેજ પવનને કારણે લગભગ સમગ્ર ઉત્તર ભારત (India) ગરમીની (Heat) લપેટમાં છે. ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારનાના બાંદા જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
એપ્રિલ મહિનામાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં એપ્રિલ સૌથી ગરમ મહિનો હતો. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશના નવ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં એપ્રિલમાં સરેરાશ તાપમાન 35.900 નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3.35 ડિગ્રી વધારે હતું. એ જ રીતે મધ્ય ભારતના 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં સરેરાશ તાપમાન 37.780 હતું. જે સામાન્ય કરતાં 1.490 વધુ હતું. હવામાન વિભાગ 1901થી હવામાન સંબંધી માહિતી એકત્ર કરી રહ્યું છે. એ પછી પહેલી વાર એપ્રિલ મહિનો આટલો ગરમ હતો.

2 મે પછી ગરમીમાં ઘટાડો થશે
2 મેથી ભારતમાં ગરમીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મે મહિનામાં દેશભરમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 5 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા છે. આ અસરને કારણે અડધા ભારતમાં વરસાદ પડશે. મેનું ત્રીજું અઠવાડિયું સૌથી ઠંડું પડી શકે છે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં કોઈ રાહત નહીં મળે.

ગરમીના કારણે 6 વર્ષ પછી આટલો પાવર કટ
ગરમીના કારણે લોકો વીજળીનો વપરાશ વધારે કરી રહ્યા છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતના 16 રાજ્યોમાં સતત વીજ કાપ થઈ રહ્યો છે. યુપી, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ વગેરેમાં વીજળીનો પુરવઠો તેની માંગ કરતા 10 ટકા ઓછો છે. તેનું મુખ્ય કારણ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. ઘણા રાજ્યોમાં 10-10 કલાકનો પાવર કાપ થઈ રહ્યો છે. અગાઉ 2016માં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.

Most Popular

To Top