Feature Stories

ફેશન ડિઝાઈનીંગ કેમ્પસમાં ફેશન શૉ યોજાયો

મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયના ફેશન ઈન્સ્ટિટ્યૂટની પૂર્વ છાત્રાઓ દ્વારા હેડ ઓફિસની સામે આવેલાં ફેશન ડિઝાઈનીંગના કેમ્પસમાં ફેશન શૉનું આયોજન કરાયું હતું.જેમાં ફરહીન શેખ, અલ્ફીયા પટેલ અને રુકસાદ ટેલર દ્વારા ફેશન ડિઝાઈનીંગના એક વર્ષના કોર્ષની પૂર્ણાહુતિ થતાં ફેશન શૉનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ સિલાઈકામ વખતે બચી જતાં ફેબ્રિક અને કતરણને સાંધીને લાંબુ કપડું તૈયાર કર્યું હતું. જેમાંથી તેમણે ફોર્મલ ડ્રેસકોડ થીમ પર ડિઝાઈનર વસ્ત્રો બનાવ્યાં હતા.

જે વિશે ફેશન ડિઝાઈનર ફરહીન શેખે કહ્યું હતું કે, અમે શહેરના દરજીઓ પાસેથી વેસ્ટ ફેબિક અને કતરણ ભેગી કરી હતી. જેને જોડીને ૫ મીટર લાંબુ ફેબ્રિક બનાવીને જાતે સ્ટીચ કરીને વસ્ત્રો તૈયાર કર્યાં છે. આ પ્રકારના વસ્ત્રો કોલેજ, પાર્ટી કે અન્ય કોઈપણ પ્રસંગોમાં પહેરીને જઈ શકાય છે. કોલેજમાં પ્રોજેક્ટ દરમિયાન વિવિધ મુદ્દા આપવામાં આવ્યા હતા ત્યારે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું અમને વિચાર આવ્યો જે અમારા પ્રોફેસર દ્વારા પણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અમે શહેરના દરજીઓ પાસેથી વેસ્ટ ફેબિક અને કતરણ ભેગી કરી હતી. જેને જોડીને ૫ મીટર લાંબુ ફેબ્રિક બનાવીને જાતે સ્ટીચ કરીને વસ્ત્રો તૈયાર કર્યાં છે.સંપૂર્ણ ગારમેન્ટ તૈયાર કરવામાં એક મહિનો જેટલો સમય લાગ્યો હતો જેમાં પંદર દિવસ ફેબ્રિક ને ગારમેન્ટ બનાવવામાં અને ત્યારબાદ ડિઝાઇનિંગ કરવામાં લાગ્યો હતો. જ્યારે તેને રજૂ કરવામાં આવ્યું ક્યારે અમારા શિક્ષકો અને દર્શકોમાં ખુશી જોવા મળી હતી વેસ્ટ માંથી આવું પણ બની શકે તે જોઈ તે લોકો ઘણા આનંદિત હતા સાથે જ તે લોકો દ્વારા આવા ગારમેન્ટ પાર્ટી માં પહેરાય અને પહેરવાની ઈચ્છા પણ રજૂ કરી હતી

MSUની ફેશન ઈન્સ્ટિટ્યૂટની પૂર્વ છાત્રાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પરિધાન તૈયાર કરાયા શહેરના દરજીઓ પાસેથી વેસ્ટ ફેબિક અને કતરણ ભેગી કરી હતી. જેને જોડીને ૫ મીટર લાંબુ ફેબ્રિક બનાવીને જાતે સ્ટીચ કરીને વસ્ત્રો તૈયાર કર્યાં

Most Popular

To Top