Gujarat

ગુજરાતના આ જીલ્લામાં કેમ લોકો જાતે જ પોતાની મિલકતો તોડવા લાગ્યા ?

સાબરકાંઠા: યુપી(UP), એમપી(MP), દિલ્હી(Delhi) અને રાજસ્થાન(Rajasthan) બાદ હવે ગુજરાત(Gujarat)માં પણ બુલડોઝર ફૂલ સ્પીડે દોડી રહ્યું છે. સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગર(Himmatnagar)માં રામનવમી(Ramnavmi) ના દિવસે હિંસા(Violence) બાદ બુલડોઝર(bulldozer)થી ગેરકાયદેસર ઈમારતો તોડી પાડવામાં આવી રહી છે. બુલડોઝરનો ડર એટલો વધી ગયો છે કે લોકો જાતે જ બિલ્ડીંગ તોડી પાડવામાં લાગી ગયા છે.

  • ગુજરાતમાં બુલડોઝરનો ડર, લોકો જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દુર કરવા લાગ્યા
  • સાબરકાંઠાનાં હિંમતનગરમાં લોકોએ પોતાની જ મિલકત પર ચલાવ્યા હથોડા
  • રામનવમીનાં દિવસે થયેલી હિંસા બાદ પોલીસે દબાણ હટાવવા આપી હતી નોટીસ

ગુજરાતના સાબરકાંઠામાં રામ નવમીનાં દિવસે થયેલી હિંસા બાદ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. હિંસામાં સંડોવાયેલા આરોપીઓના ઘર અને દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે હિંસાથી પ્રભાવિત થયેલા હિંમતનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે લોકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે જ્યારે વહીવટીતંત્રની ટીમો બુલડોઝર સાથે દબાણ દુર કરવા આવી તે પહેલા જ લોકોએ જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણ હટાવવાનું શરૂ કરી દીધું હતું. હિંસા બાદ પરપ્રાંતીયોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે અન્ય ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ બુલડોઝરનો એટલો ડર છે કે લોકો જાતે જ હથોડી અને પાવડા વડે આ દબાણો દુર કરી રહ્યા છે. જેને જોઇને વહીવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

રામનવમીનાં દિવસે બની હતી આ ઘટના
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાનાં હિંમતનગરમાં રામનવમીના દિવસે રેલી કાઢવામાં આવી હતી જે દરમિયાન હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નિકળી હતી. જેમાં પથ્થર મારા સાથે આગ ચાંપી દેવાની ઘટના પણ બની હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોએ પોલીસના વાહનો સહિત અન્ય અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

પોલીસ આ અસામાજિક તત્વોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં એસપી સહિત એક ડઝન પોલીસકર્મી ઘાયલ થયા છે. આ ઘટના મામલે પોલીસે 700થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ 40થી વધુની ધરપકડ કરી હતી.

Most Popular

To Top