કચ્છ: ગુજરાતના (Gujarat) દરિયાકાંઠે જખૌ માછીમારી બંદર નજીક બોટ (Boat) દ્વારા 280 કરોડ રૂપિયાના 55 કિલો હેરોઈનની દાણચોરી (Heroin smuggling) કરવાનો પ્રયાસ કરતી વખતે નવ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS અને કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ સાથે 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં નવ પાકિસ્તાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત આ ઓપરેશનમાં પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. પાકિસ્તાનથી દરિયાઈ મારફતે કરોડોનો ડ્રગ્સ ભારતમાં લાવવામાં આવે છે. આંતરાષ્ટ્રીય સમુદ્રી સીમા પર નજર રાખતા અને મોટી કાર્યવાહી કરતા 280 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ ભારતની સીમાં આવતી હતી, જેની ATS અને કોસ્ટગાર્ડએ તપાસ કરતા તેમાંથી ડ્રગ્સના 55 પેકેટ મળી આવ્યા અને સાથે જ 9 પાકિસ્તાની નાગરિકો પણ મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડએ આરોપીની ધરપકડ કરી છે.
કંડલામાંથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ, પોર્ટના PROએ કર્યો આ ખુલાસો
ભુજ: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક-દોઢ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રેકેટ ઝડપાઈ રહ્યાં છે. આમ તો આ તમામ રેકેટમાં ડ્રગ્સનો જથ્થો મુંદ્રા પોર્ટની આસપાસથી જ પકડાતો હતો. પરંતુ ડ્રગ્સ માફિયાઓએ આ વખતે કંડલામાંથી ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પરંતુ આ વાતની જાણ ગુજરાત ATS અને DRIને થતા જ સમગ્ર મામલાનો પર્દાફાશ થઇ ગયો.
કંડલા પોર્ટ પર ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ ડ્રગ્સ અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે કંડલામાં અફઘાનિસ્તાનથી આવેલા કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ ડ્રગ્સ મળી આવવાની એજન્સીઓને આશંકા છે. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે અંદાજે 5000 કરોડ કરતા વધુના ડ્રગ્સની ડિલિવરી થઈ હોવાની બાતમી મળી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતમાંથી અનેકવાર કોરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયા મારફતે અથવા તો બીજી કોઈપણ રીતે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર અવાનવાર ચાલતું હોય છે. પરંતું ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની મદદથી પાકિસ્તાનના નાપાકા ષડયંત્ર પૂરા થાય તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવે છે.