SURAT

રિંગરોડનો ફ્લાય ઓવર બ્રિજ હજુ આટલા દિવસ ઉપયોગમાં લઈ શકાશે નહીં, રિપેરિંગ વર્ક લંબાયું

સુરત : (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યાના ઉકેલ માટે જુન-2000 માં ખુલ્લા મુકાયેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ (રિંગ રોડ)ને રીપેરિંગ (Repairing) માટે બે માસ માટે બંધ કરાયો છે. અને તા. 9 માર્ચથી તા. 8 મે સુધી બ્રિજનું (Ring Road Flyover Bridge) રીપેરિંગ કામ ચાલતું હોવાથી બ્રિજનો ઉપયોગ બંધ રહેવા જાહેરનામું અમલમાં છે. જો કે જે રીતે આ મરામતના કામમાં મુશકેલીઓ આવી રહી છે તે જોતા હજુ પણ એકાદ માસ બ્રિજ બંધ રાખવાની મુદ્ત વધે તેવું લાગી રહ્યું છે, કેમકે જાહેરનામું પુરૂ થવાના આડે માત્ર 16 દિવસ બાકી છે અને હજુ માંડ 50 ટકા કામ થઇ શકયું છે.

  • રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરિંગનું કામ મે માસના અંત સુધી લંબાવાની શકયતા
  • રીપેરિંગનું કામ કરવાનુ હતુ જે બે માસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો
  • દોઢ મહિનામાં ધારણા કરતાં હજી 50 ટકા જ કામ પૂર્ણ થઇ શક્યું છે
  • ટ્રાફિક અને અન્ય પરિબળોના લીધે રિપેરિંગ વર્કમાં મુશ્કેલી
  • મે મહિનાના અંત સુધીમાં કામ પુરું થાય તેવી શક્યતા

રિંગ રોડ ફ્લાયઓવર તરીકે ઓળખાતો ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ સુરતના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક છે. તે બન્યા બાદ અત્યાર સુધીમાં નાના રીપેરિંગ કામ થયા છે. પણ હાલમાં આ બ્રિજના સુપર સ્ટ્રકચર લિફ્ટિંગ સાથે બેરિંગ રિપ્લેશમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કામગીરી ફરજિયાત કરવી પડે તેમ હોવાથી બ્રિજ વાહનવ્યવહાર માટે બે મહિના માટે બંધ કરવા અંગેનું જાહેરનામું મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ બહાર પડાયું હતુ. જઆ બ્રિજની કુલ 82 બેરિંગ બદલવા સહીતના રીપેરિંગનું કામ કરવાનુ હતુ જે બે માસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો જો કે સતત ટ્રાફિક અને અન્ય પરિબળોના કારણે કામમાં મુશ્કેલી ઊભી થઇ રહી હોય હજુ મે માસના અંત સુધીમાં કામ પુરુ થાય તેવી શકયતા છે કેમકે હજુ 45 બેરિંગ બદલી શકાયા છે. મુખ્ય કારણ એ છે કે બેરિંગ બદલવા માટે બ્રિજના સ્પાનને જેકની મદદથી ઉંચા કરવા પડે છે અને કામ કરતી એજન્સીએ જે જેક લગાવ્યા છે તે બરાબર કામ આપતા નથી તેથી નવા જેક બનાવવા પડી રહયા હોય સમય ચાલ્યો જાય છે.

Most Popular

To Top