ઘેજ : વંકાલ ગામની 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ (Affair) રાખનાર યુવાન તુષાર મગનભાઈ પટેલ એકાદ માસ પૂર્વે યુવતીના નોકરીના (Job) સ્થળે જઇ બોલાચાલી કરી ‘મારી તારા પિતા સાથે આપણા લગ્નની વાત થઇ ગઈ છે તું ચાલ મારી સાથે’ તેમ કહેતા તેણીએ જવાની ના પાડતા અપશબ્દ (Swearing) બોલી ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં 20 એપ્રિલના રોજ સાંજના આઠેક વાગ્યે તુષાર તેની ફોર વ્હીલ ગાડી (Car) લઇને ઘર આગળ આવી યુવતીના માતા-પિતાને અપશબ્દ બોલી ઝપાઝપી કરી ઢીક્કા-મુક્કીનો માર મારી કહેતો હતો કે ‘હું છ મહિનામાં મારી નાંખીશ અને તને હું બીજા કોઇ જગ્યાએ લગ્ન કરવા દઇશ નહિ તેમજ નોકરી પણ કોઇ જગ્યાએ કરવા દઇશ નહિ’ તેવી ધમકી આપી ગાળો આપતા આપતા ત્યાંથી જતો રહ્યો હતો. આ મુજબની યુવતીની ફરિયાદમાં પોલીસે તુષાર મગનભાઈ પટેલ સામે માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભનો ગુનો નોંધ વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ પટેલે હાથધરી હતી.
કરમલાનાં મહિલા સરપંચ હેમલત્તા ગૌરાણીને માજી સરપંચના પરિવારની ધમકી
દેલાડ: ઓલપાડના કરમલા ગામનાં મહિલા સરપંચ સહિત પરિવારને માજી સરપંચના પતિ અને પુત્ર દ્વારા અવારનવાર ખોટી રેતી હેરાન-પરેશાન કરી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમજ તેના ઈશારે સાયણ પોલીસ દ્વારા સરપંચના પરિવાર સાથે ગુંડાઓની જેમ વ્યવહાર કરી લોકઅપમાં મુકાવી દેવાની ધમકી આપી હતી. આખરે ત્રાસીને મહિલા સરપંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવતાં જિલ્લાના રાજકારણમાં ખળખળાટ વ્યાપી ગયો છે.
ઓલપાડ તાલુકાના કરમલા ગામનાં સરપંચ હેમલત્તાબેન મુકેશભાઈ ગૌરાણીએ ગઈકાલે સુરત જિલ્લા પોલીસ વડાને માજી સરપંચ જ્યોત્સ્નાબેન ઉર્ફે ભક્તિના પતિ ઘનશ્યામ જયંતી પટેલ તથા તેના પુત્ર નિતેશ અને નિખિલ સામે લેખિતમાં ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ દારૂ પીને અવારનવાર ઘરે આવી પરિવાર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ઘનશ્યામ પોલીસમાં વગ ધરાવતો હોવાથી થોડા દિવસ પહેલાં સાયણ પોલીસમાં તેના પતિ અને પુત્ર સાથે ખોટી ફરિયાદ કરી હતી અને તેના ઈશારે સરપંચ હેમલત્તાબેન સહિતના પરિવારને પોલીસમથકમાં બોલાવી ધમકાવ્યાં હતાં. અને લોકઅપમાં મુકાવી દેવાની ધમકી આપી હતી. જે-તે સમયે હેમલત્તાબેને ડીએસપીને રજૂઆત કરવાનું કહેતાં ધમકાવી સમાધાન કરાવી લીધું હતું. આટલું ઓછું હોય તેમ માજી સરપંચ જ્યોત્સ્નાબેનના પતિ ઘનશ્યાનની મહેરબાનીથી ગામમાં દેશી, ઈંગ્લિશ દારૂ અને તાડીના ધંધા ખુલ્લેઆમ ધમધમે છે. પોતે કોઈ સત્તા પર ન હોવા છતાંયે ગાડીમાં સરપંચનું લેબલ લગાવી ફરે છે અને જીઈબી, પાણી પુરવઠા, ઓલપાડ અને સાયણ પોલીસમથક સહિતની સરકારી કચેરીમાં પોતે સરપંચ હોય તેમ રોફ જમાવે છે. હેમલત્તાબેનના ફોટા કોમ્પ્યુટર પર સેટ કરી મુસ્લિમ સમુદાયના માણસો સાથે ફોટો ગોઠવી વોટ્સઅપ દ્વારા વાયરલ કરી ગામમાં તંગદીલી ફેલાવી બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. ગામમાં વિકાસનાં કામોમાં અડોટાઈ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી છે.