Vadodara

હરી પ્રબોધ સ્વામીનો સોખડા ‘હરિધામ’માંથી વનવાસ..!

સોખડા : છેલ્લા નવ મહિનાથી હરિધામ સોખડા મંદિરની ગાદી માટે ચાલતો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં હાઇકોર્ટ દ્વારા વચગાળાના આદેશ કરતાં પ્રબોધ જીવન સ્વામી સહિત સંતોને આણંદ સ્થિત બાકરોલ સ્વામી નારાયણ મંદિરમાં રહેવાની સુવિધા કરવા આદેશ આપ્યા હતા જ્યારે સાધ્વઓને અમદાવાદ નિર્ણયનગરમાં રહેવા માટે જણાવ્યું હતું.આમ છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે હરિ પ્રાબોધમોનો  સોખડા હરિધામ મંદિરમાંથી વનવાસ શરૂ થયો હોય તેમ હવે પ્રબોધ જીવન  સ્વામી અને સંતો હરિભક્તોને બાકરોલ મંદિર દર્શન આપશે.

 સોખડા હરિધામ મંદિરના પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના વૈકુઠ ગમન બાદ ગાદીને લઇ વિવાદ શરૂ થયો હતો મંદિરના વહીવટ અને સત્તા માટે હરિપ્રસાદ સ્વામીજીના સંતો વચ્ચે ભારે ખેંચતાણ શરૂ થઈ હતી છેલ્લા નવ મહિનાથી ચાલતો વિવાદ દિવસેને દિવસે વધુ ને વધુ વિકરાળ બનતો ગયો હતો આ દરમિયાન પ્રબોધ જીવન સ્વામી સહિતના સંતો સેવકો અને અનુયાયીઓએ હરિધામ સોખડામાંથી જવાનો નિર્ણય કરતા વિવાદ પરાકાષ્ઠાએ પોહોચતાં મામલો હાઇકોર્ટ સુધી પણ પોહોચી ગયો હતો.

 સોખડા મંદિરમાં પ્રબોધ સ્વામી સહિત સંતોને બંધક બનાવ્યા હોવાની હોબિયસ કોપર્સ થતા હાઈકોર્ટે તમામ સંતોને કોર્ટમાં હાજર રહી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂઆત કરવા જણાવ્યું હતું હતું જેને પગલે ગુરુવારની વહેલી સવારથી જ સોખડા હરિધામ મંદિરમાં ભારે ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો હરિધામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા પોલીસ પણ સુરક્ષા બંદોબસ્ત માટે ખડેપગ હતી. દરમ્યાન પાંચ જેટલી બસો અને ખાનગી વાહનોમાં પ્રબોધ સ્વામી સહિતના સંતો વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટ ખાતે પહોંચ્યા હતા કોર્ટ સંકુલ ખાતે હરિભક્તોનો જમાવડો જામ્યો હતો.

કોર્ટનો નિર્ણય શું આવશે તેને લઈ ભારે ઉત્તેજના પણ હતી ત્યારે હાઈકોર્ટે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સુનાવણી હાથ ધરી હતી અને સંતોને સાંભળ્યા હતા જેમાં સંતોએ છેલ્લા ચાર મહિનાથી મંદિરમાં તેમને થતી પીડા અને મુશ્કેલીઓ અંગે કોર્ટનુંધ્યાન દોર્યું હતું.લગભગ દોઢ કલાક સુધી સંતોએ પોતાની વાત રજૂ કરી હતી સામે છેડે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલોએ પણ કેટલીક દલીલો કરી હતી જોકે નામદાર અદાલતે સંતોને સાંભળ્યા બાદ વચગાળાનો હુકમ કરતા  ૧૮૦ જેટલા સંતો સેવકો અને અનુયાયીઓને હરિધામ સોખડાથી અન્ય સ્થળે જવા મંજૂરી આપી હતી સાથે જ સંતોને આણંદ ખાતે આવેલ બાકરોલ મંદિરમાં જ્યારે સાધ્વીઓને અમદાવાદ નિર્ણયનગર મોકલવા માટે સુવિધા કરવા આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાની મદદથી તમામ ૧૮૦ જેટલા સંતો સેવકો અનુયાયીઅને સાધ્વીના દસ્તાવેજો પાસપોર્ટ સહિતનો મહત્વપૂર્ણ સામન પહોંચાડવામાં આવે તેઓ પણ હુકમ કર્યો હતો કોર્ટે ધાર્મિક સંસ્થામાં ચાલતો વિવાદનું સાથે મળી સમાધાન થાય તેવું પણ સૂચન કર્યું હતું. કોર્ટના આદેશને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ વધાવ્યો હતો અને સંતોનું પુષ્પથી સ્વાગત કરી આવકાર્યા હતા આ સમયે કોર્ટ સંકુલ હરિભક્તોના મેળાવડાથી અને પ્રબોધ સ્વામીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો તેમજ ભરૂચથી બુલેટ સાથે આવેલ યુવાનોએ સંતોનું પાયલોટિંગ પણ કર્યું હતું.

ડિવાઇન ‘હરિધામ’ ડિવાઇડ થયું?
આત્મીયતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે હરિધામ મંદિર સતત પ્રયત્નશીલ રહ્યું છે યોગી ડિવાઇન સોસાયટીના નેજા હેઠળ સંસ્થાને એકસુત્રથી બાંધી પ.પૂ.હરિપ્રસાદ સ્વામીએ હરિભક્તોને ડિવાઇન કર્યા હતા પરંતુ તેમના દેહ વિલય બાદ ગાદી અને સત્તા માટે ડીવાઈન હરિભક્તો આજે ડિવાઇડ થઈ ગયા છે જેથી આત્મીયતાને ચરિતાર્થ હરિભક્તો દુઃખી છે.

હરિધામ ફરતે પોલીસની લોખંડી કિલ્લેબંધી
હરિધામ સોખડાનો વિવાદ કોર્ટમાં જતા પોલીસની પણ પરીક્ષા શરૂ થઈ હતી કાયદો અને વ્યવસ્થા જાળવણી પોલીસ માટે પડકાર જનક હતી પરંતુ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાયએસપી સુદર્શન સિહ વાળા સહિતના અધિકારીઓની કુનેહ અને સૂઝબૂઝથી ખુબ જ શાંતિ પૂર્ણ રીતે મામલો થાળે પાડવામાં આવ્યો હતો સોખડા હરિધામ મંદિર ફરતે પોલીસ દ્વારા લોખંડી ઘેરાબંધી કરાઇ હતી.

આરંભથી અલ્પવિરામ સુધી…
9 મહિના પહેલા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના બ્રહ્મલીન થયા બાદ સોખડાની ગાદી પર કોણ બિરાજશે. તેને લઇને વિવાદનો આરંભ થયો હતો. જેમાં અનુજ ચૌહાણ સાથેની મારપીટ બાદ બે જૂથો પડ્યા હતા. મંદિરમાં પ્રબોધ જીવન સ્વામી સાથે વારંવાર અપમાન થતું હોવાના આક્ષેપોને લઈને પણ અનેક વખત બંને જૂથો સામસામે આવી ગયા હતા. જોકે હવે પ્રબોધજીવન સ્વામી સહિત સંતો હરિધામ અલવિદા કરત હાલ વિવાદ પર અલ્પવિરામ મુકાયું છે, પરંતુ આખા વિવાદ પર પૂર્ણવિરામ ક્યારે આવશે તે કહી શકાય તેમ નથી આવનાર સમયમાં સાથે મળીને વિવાદનો અંત આવે છે કે પછી હરિધામ બાદ નવા પ્રબોધમ ધામનો ઉદય થાય છે જને લઈને પણ અનેક ચર્ચાઓએ જોર પકડી રહી છે.

બાકરોલ આત્મીયધામમાં પ્રબોધ સ્વામીનું ભવ્ય સ્વાગત
પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી વચ્ચે ચાલી રહેલી કોલ્ડવોરમાં આખરે હાઈકોર્ટ દ્વારા પ્રબોધ સ્વામી સહિત તેમના ટેકેદારોને બાકરોલ આત્મીયધામ ખાતે રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે પ્રબોધ સ્વામી અન્ય સંતો સાથે ગુરૂવારની મોડી સાંજે બાકરોલ આવી પહોંચ્યાં હતાં. જ્યાં હરિભક્તોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ત્યાગ વલ્લભ સ્વામી સવારે જ સોખડાથી નીકળી ગયા હતા
સોખડા હરિધામ મંદિરમાં ચાલતા ગાદીના ગજગ્રાહ વચ્ચે ત્યાગ વલ્લભ સ્વામીને હરી પ્રબોધમ જૂથ મુખ્ય વિલન તરીકે માને છે તેવામાં કોર્ટમાં સુનાવણી શરૂ થાય તેના કલાકો પહેલા જ સવારના સમયે ત્યાગ વલ્લભ સ્વામી હરિધામ સોખડાથી રવાના થઇ ગયા હતા કહેવાય છે કે સમગ્ર મામલે કાયદાકીય જાણકારી મેળવવા તથા નિષ્ણાંતો સાથે ચર્ચા કરવા માટે ત્યાગ વલ્લભ સ્વામી વહેલા ગયા હતા.



Most Popular

To Top