વડોદરા: શહેરના વાસણા રોડ ખાતે રહેતા વેપારીના બેંક એકાઉન્ટમાંથી ભેજાબાજોએ બારોબાર રૂ.4.26 લાખ અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશેન પહોંચ્યો છે. જે અંગે સાયબર સેલમાં છેતરપીંડી સહીતની કલમો હેઠળ ગુના નોંધાયા હતા. વાસણા રોડ નીલામ્બર બંગ્લોઝમાં રહેતા સુનીલ ચંદ્રકાન્ત જીવન(ઉ.વ.64) નટુભાઈ સર્કલ પાસે રીટેઈલ ગીફટ શોપ તેમના પરિવાર સભ્ય સાથે ભાગીદારીમાં ચલાવે છે. તેમને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 9એ મારા ફોન પર અજાણ્ય નંબરથી ફોન આવ્યો હતો. અને સુનીલજી બોલો છો તેમ કહી ફોન મુકી દિધો હતો. ત્યારબાદ સાંજે મારો ફોન નંબર બંધ થઈ ગયો હતો.
જેથી મે કસ્ટમર કેરની ઓફીસે જઈ કારણ પુછતા મને જાણવા મળ્યુ હતું કે, અન્ય નંબર પરથી મારો નંબર બંધ કરવાની રીકવેષ્ટ આવતા તે બંધ થયો હતો. તે નંબર માંગી ચેક કરતા કોલકતાનો હોવાનું જાણવા મળ્યુ હતુ.જેથી આ બાદ મે મારો નંબર ચાલુ કરાવા નવુ સીમ લીધુ હતુ. ત્યારબાદ ગત તા.11એ જ્યારે મે પુના હતો ત્યારે ભાઈ નીશતનો ફોન આવ્યો હતો અને તેને મને પુછયુ હતું કે, મે કોઈ રૂ.4.26 લાખનો વ્યવહાર કર્યો છે. જેથી મે ના પાડી હતી. અને બેંકમાં જઈ તપાસ કરવાનું જણાવતા ત્યાંથી જાણવા મળ્યુ હતું કે, કોઈએ અમારી દુકાનના એક બેંક એકાઉન્ટમાંથી બીજામાં પહેલા રૂ.2.89 ટ્રાન્સફર કર્યા છે. અને તે બીજા બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.4.26 લાખ પારથા મોંડલ નામના વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા થઈ ગયા છે. આ મામલે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કોઈ પણ અજાણી લીંક ખોલવી ન જોઈએ
તમારા ફોન પર કોઈ પણ અજાણી લીંક આવે તેને ખોલવી જોઈએ નહીં. સાથે જ ઈન્ટરનેટ બેંકીંગના પાસવર્ડ પણ બદલતા રહેવું જોઈએ જેથી ફ્રોડ ન થઈ શકે- એચ.એસ.માકડીયા ACP સાયબર ક્રાઈમ