રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં સહેજ વધારો થયો છે. આજે અમદાવાદમાં 10 સહિત નવા 19 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 10943 દર્દીનું મૃત્યુ થયું છે. બીજી તરફ રાજ્યમાં આજે 12 કોરોના દર્દીઓ સાજા થયા છે. હજુ રાજ્યમાં 98 એક્ટિવ કેસ છે. રાજ્યમાં આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 10, વડોદરા મનપામાં 4, જામનગર મનપામાં બે, ગીર સોમનાથમાં 1, રાજકોટ મનપામાં 1, અને વડોદરા ગ્રામ્યમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે જામનગર મનપામા એક દર્દીનું મૃત્યુ થયું છે.